ભારતીય કોબ્રા (ઝેરી સાંપ)
Posted by on રવિવાર,25 April, 2010
એમ તો સાંપનું નામ સાંભળતા જ ઘણા લોકોના પગના તળિયા થથડી જાય.પણ ભારતમાં ૩૦૦ જાતના સાંપ જોવા મળે છે તેમાંથી માત્ર ૨૦ % સાંપ ઝેરી અને ૮૦ % સાંપ બિનઝેરી છે.જે લોકોની સાંપ પ્રત્યેની દ્રષ્ટી બદલવા મારા બ્લોગના ફોન્ટ પેઝ પર કાયમ માટે લખ્યુ છે.અહી આજે ભારતમાં જોવા મળતા કોબ્રા વિશે જાણકારી આપવાની કોસિસ કરી છે.
મદારીઓ અને ઢોંગી-ધુતારાઓની કૃપાથી કોબ્રા નામની પ્રજાતી નામશેષ થતી જાય છે .આજે ઘણા જાગૃત લોકો અને સંસ્થાઓના દ્વારા કોબ્રાનું ભવિષ્ય સુધારવાની કોસીસ થઈ રહી છે.
કોબ્રા એક સરીસૃપ પ્રાણી છે તેની ગણતરી પેટ વડે ઘસડાઈને ચાલતા પ્રાણીઓના વર્ગમાં થાય છે.અંગ્રેજીમાં તેને રેપ્ટાઇલ વર્ગ કહેવાય છે.કોબ્રા એક ઝેરી સાંપ છે.કોબ્રાનું ભારતીય નામ ‘નાગ’ છે અને વિજ્ઞાનીક નામ ‘નાંજા’ છે. કોબ્રા ભારતમાં દક્ષિણ ,પશ્ચિમ,પૂર્વમાં જોવા મળે છે.સામાન્ય રીતે ભારતીય કોબ્રાની લંબાઈ ૧.૭ મીટર થી ૨.૨ મીટર સુધીની હોય છે[વધારે પણ હોય શકે].કોબ્રાનો ખોરાક નાના સ્તનવર્ગનાં જીવો [મૅમલ્સ], સરકતા જીવો [રેપ્ટાઇલ],નાના જળચર પ્રાણીઓ છે [દા.ત ઉંદર,ખિસકોલી,દેડકા,કાચિંડો,સરડો વગેરે].કોબ્રા પોતાના શિકારને આજગરની જેમ આખો જ ગળી જાય છે. સામાન્ય રીતે કોબ્રાનું રહેઠાણ વર્ષાવનો,ડાંગના ખેતરો,ખેડાયેલી જમીન છે.મનુષ્યના થતા વસ્તી વધારાની કિંમત કોબ્રા જેવા સાંપોને મૃત્યુથી ચૂકવવી પડે છે.
ભારતીય કોબ્રાની ઓળખાણ ખુબ જ સરળ રીતે થઈ શકે છે.સૌથી લોકપ્રિય સાંપ કોબ્રા છે. જ્યાંરે કોબ્રા ભય કે ખતરાનો અનુભવ કરે છે ત્યાંરે તે પોતાની વિશિષ્ટ મુદ્રા ધારણ કરે છે અને પ્રતિબંધીને ચેતવણી આપી દે છે.પોતાની મોઢા પરની પાતળી ત્વચા અને લચિલી ગર્દનને કારણે કોબ્રા પોતાના શરીરનો ૨૫ થી ૩૫ % ભાગ જમીનથી ઉપર ઉઠાવી લે છે .આ સ્થિતીમાં કોબ્રાનું અલગ જ સૌંદર્ય છલકી આવે છે.આ સ્થિતીમાં કોબ્રાની ગર્દન પર વચ્ચેથી બન્ને બાજુ પીળા અને સફેદ પટ્ટાઓ પડે છે.કોબ્રાની આંખો ચિકણી અને કાળાશ પડતી હોય છે.તેના શરીરનો રંગ ભૂરાશ પડતો કાળો હોય છે.ભારતના પૂર્વ તથા દક્ષીણ ભાગમાં જોવા મળતા કોબ્રાનું એક વિશિષ્ટ લક્ષણ એ છે કે તે પોતાની વિષગ્રંથી માંથી પિચકારી છોડે છે ,જેની ધાર ૧ મીટર દુર સુધી જઈ શકે છે.
ભારતીય કોબ્રાનો પ્રસુતિકાળ એપ્રિલ થી જુલાઈ વચ્ચેનો છે.સામાન્ય સંજોગોમાં કોબ્રા ઈંડા મૂકવા માટે પોલાણાવાળી જગ્યા પસંદ કરે છે.દાં.ત પોલાણ લાકડુ,માટીનો ઢલગો,જમીનમાં દર કરીને.ભારતીય કોબ્રા એક વખતે ૮ થી ૨૦ જેટલા ઈંડા મુકે છે [ ૮ થી ૪૦ સુધી પણ હોય શકે].ઈંડા મુક્યાંના ૪૫ થી ૭૦ દિવસની અંદર બચ્ચા ઈંડામાંથી બહારા આવે છે.જન્મેલા કોબ્રાની લંબાઈ ૮ થી ૧૨ ઈંચ હોય શકે છે. જન્મેલા બચ્ચાઓ સંપૂર્ણપણે વિષગ્રંથી’થી ભરેલા હોય છે.
ભારતીય કોબ્રા સૌથી ઝેરી સાંપોના વર્ગમાંથી એક છે.તેના ઝેરમા ન્યુરોટોક્સીની માત્રા ખુબ જ વ્યાપક હોય છે. જે સીધી જ્ઞાનતંતુઓ પર અસર કરે છે.જેના કારણે શરીરની માંસપેશીઓ નિષ્ક્રિય થઈ જાય છે. તથા શરીરને લકવો થઈ જાય છે.ધીરે ધીરે શ્વાશ લેવામાં પણ તકલિફ પડે છે.સાંપ કરડવાથી આવા લક્ષણો જણાતા ઓછામાં ઓછા ૧ કલાકમાં નજીકમાં સારવાર લેવી જોઈએ.કોબ્રા સામન્ય રીતે માણસ પર હુંમલો નથી કરતો.જીવ બધાને વહાલો હોય.
લોકો વિચારે છે કે જો કોબ્રા આટલો વિષેલો જીવ હોય તો તેને બચાવો શુકામ જોઈએ..? કોબ્રા ઉંદરને ખાઈ છે.ઉંદર રોગ ફેલાવતુ તથા ખેતરોમાં નુકશાન કરતું જીવ છે.સાંપને સમડી તથા ગિધ જેવા પક્ષીઓ ખાઈ છે. આ એક કુદરતીચક્ર [ઈકો-સિસ્ટમ] છે.જેમાં સાંપનું વિષેશ માન છે.



No comments:
Post a Comment