vipul

Thursday, 10 November 2011

શિવલિંગ પર રોજ ચઢાવો કાચું દુધ કારણ કે

 
શાસ્ત્રોમાં શિવપૂજનનું વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે.આ માટે તો શ્રદ્ધાળુ શિવને જળાભિષેક અને દુગ્ધાભિષેક કરે છે તો કોઇ વ્રત રાખે છે.ભગવાન શંકરને ભોળેનાથ કહેવામાં આવે છે.ભક્તોની શ્રદ્ધા અને આસ્થાથી બહુ જલ્દી પ્રસન્ન થનારા શિવને એટલે જ તો ભોળેનાથ કહેવાય છે. શિવજી પ્રસન્ન થાય તો ભક્તોની દરેક ઇચ્છાનું મનોવાંછિત ફળ આપે છે.ભોળેનાથને પ્રસન્ન કરવાં માટે ઘણાં ઉપાયો આપવામાં આવ્યા છે. તેમની પૂજા, અર્ચના, આરતી કરવી શ્રેષ્ઠ માર્ગ છે.દરરોજ વિધિવિધાનથી શિવલિંગનું પૂજન કરનારને શ્રદ્ધાળુઓને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે.

શિવજીને પ્રસન્ન કરવાં માટે શિવલિંગ પર દરરોજ કાચું દુધ અર્પણ કરવું જોઇએ. ગાયને માતા માનવામાં આવે છે આથી ગૌ માતાનું દુધ પવિત્ર અને પૂજનીય છે. તેને શિવલિંગ પર ચઢાવવાથી મહાદેવ શ્રદ્ધાળુની દરેક મનોકામના પુરી કરે છે.દુધની પ્રકૃતિ શીતળતા પ્રદાન કરનારી છે અને શિવને એવી વસ્તુ અત્યંત પ્રિય છે જે શિવને શીતળતા પ્રદાન કરે છે. તે સિવાય જ્યોતિષમાં દુધને ચંદ્ર ગ્રહથી સંબંધિત માનવામાં આવ્યું છે. ચંદ્રથી સંબંધિત દરેક દોષોને દુર કરવા માટે દરેક સોમવારનાં શિવજીને દુધ અર્પણ કરવું જોઇએ.મનોવાંછિત ફળ મેળવવા માટે એ જરૂરી છે કે તમારૂ આચરણ પુરી રીતે ધાર્મિક હોય. આમ હોવાં પર તમારી દરેક મનોકામના બહુ જલ્દી પુર્ણ થઇ જાય.

No comments:

Post a Comment