vipul

Tuesday, 15 November 2011

આવી મિત્રતા અમુલ્ય હોય છે,તેને કાયમ જાળવી રાખજો

આવી મિત્રતા અમુલ્ય હોય છે,તેને કાયમ જાળવી રાખજો


ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર દયા, સ્નેહ અને નમ્રતાના મૂર્તિ હતા. દરેકને તેઓ પ્રેમપૂર્વક મળતા તથા શક્ય તેટલી લોકોને મદદ પણ કરતા હતા. એકવાર તેમને તેમનો એક ધનવાન મિત્ર મળવા આવ્યો. તે તેમનો મોટો ચાહક હતો. મિત્ર જ્યારે તેમના ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં તેમણે વિદ્યાસાગરનો અવાજ સાંભળ્યો. તેણે જોયું તો વિદ્યાસાગરજી એક નાનકડી દુકાન પાસે ખાટલા પર બેસીને વાતો કરી રહ્યા હતા. તેમની આસપાસ અત્યંત ગરીબ દેખાતા લોકોનું ટોળું બેઠું હતું. મિત્રે ગાડી રોકીને વિદ્યાસાગરજીને બોલાવ્યા. તેઓ પોતાના મિત્રને જોઈને તરત જ બહાર આવ્યા અને તેને ભેટી ખબર-અંતર પૂછ્યા.

થોડા દિવસ પછી એ જ મિત્ર સાથે વિદ્યાસાગારજીની ફરી મુલાકાત થઈ ત્યારે મિત્રએ તેમને કહ્યું કે,તમારે તમારી પ્રતિષ્ઠાનો ખ્યાલ રાખવો જોઈએ. આવા નાના લોકો સાથે કેમ બેસો છો? વિદ્યાસાગરજીએ હસતાં-હસતાં મિત્રને કહ્યું કે, તો પછી તું કેમ મારી સાથે બેસતો નથી? મિત્રએ તેમની વાત પર ગુસ્સે થઈને કહ્યું કે, તમે તો મારા મિત્ર છો અને મિત્રતામાં કોઈ ધનવાન કે ગરીબ હોતું નથી.

ત્યારે વિદ્યાસાગરજીએ કહ્યું કે, એ વાત તો હું તને સમજાવવા માગું છું. મિત્રતામાં કોઈ નાનું-મોટું, ધનવાન-ગરીબ હોતું નથી. તેમની વાત સાંભળીને મિત્રને પણ પોતાની ભૂલ સમજાઈ ગઈ અને તેણે માફી માગી. હકીકતમાં મિત્રતાનો આધાર અમીરી નહીં પણ પ્રેમ અને વિશ્વાસ હોય છે. અમીરી-ગરીબી આપણા મગજનો વિષય છે અને મિત્રતા હૃદયનો વિષય છે.






No comments:

Post a Comment