vipul

Thursday, 10 November 2011

કોફીથી મોંના કેન્સર સામે રક્ષણ મળે છે

કોફીથી મોંના કેન્સર સામે રક્ષણ મળે છે

દરરોજ ચાર કપ કોફી પીવાથી મોંના કેન્સર સામે રક્ષણ મળે છે એમ એક નવા અભ્યાસથી જાણવા મળ્યું છે. કોફીમાં એન્ટિઓક્સિડન્ટ સહિત ૧,૦૦૦થી વધુ રસાયણ હોવાને કારણે મોંના કેન્સર સામે કોફી રક્ષાકવચ પૂરું પાડે છે. અભ્યાસ માટે અમેરિકાના વૈજ્ઞાનિકોએ કોફીની આદતના નવ અભ્યાસના તારણોની તુલના કરી હતી. અભ્યાસ હેઠળ કેન્સરના ૫,૦૦૦ દરદીઓ અને ૯,૦૦૦ તંદુરસ્ત લોકોને આવરી લેવામાં આવ્યા હતાં અને તેમની કોફીની આદતને ગણતરીમાં લીધી હતી. અભ્યાસના તારણ અનુસાર કોફી ન પીનારાની સરખામણીમાં નિયમિત રીતે કોફી પીતા લોકોને મોં અને ગળાનું કેન્સર થવાની શક્યતા ૩૯ ટકા ઓછી હોય છે. મોંનું કેન્સર મુખ્યત્વે ધૂમ્રપાન અને દારૂ પીવાને કારણે થાય છે અને યુવાન અને મધ્યમવયના પુરુષોમાં મોંના કેન્સરનું પ્રમાણ વધુ હોય છે.

No comments:

Post a Comment