vipul

Thursday, 10 November 2011

ઈચ્છાધારી નાગણ


આજ સુધી તમે ઈચ્છાધારી નાગણ કે નાગ કન્યાનું રૂપ માત્ર ફિલ્મોમાં જ જોયુ હશે. પરંતુ આજે અમે તમને લઈ જઈએ છે એક એવી ઈચ્છાધારી નાગણને મળાવવા માટે જે પોતાના નાગ પતિને મેળવવા માટે આ મૃત્યુલોકની અંદર સાધના કરી રહી છે.


પોતે નાગકન્યા હોવાનો દાવો કરનારી માયાનું કહેવુ છે કે તે દરેક 24 કલાકની અંદર હવન દરમિયાન નાગણનું રૂપ ધારણ કરે છે અને પોતાની ત્રણ બહેનોને મળવા જાય છે જે તેને પોતાના નાગ પતિને મેળવવા માટે કેવી રીતે સાધના કરવી તે માટેનો ઉપાય જણાવે છે. માયાના જણાવ્યાં મુજબ તેની ત્રણેય બહેનો પણ ઈચ્છાધારી નાગણ છે.


પોતાને નાનપણથી જ પરણેલી સમજનારી માયા નાગના નામનું સિંદુર ભરે છે અને તેને સંપુર્ણ વિશ્વાસ છે કે હવે ઝડપથી તેના પતિની સાથે તેનું મિલન થશે. માયા કહે છે કે હાલમાં તેનો પતિ આ મૃત્યુંલોકમાં તેના પરિવારમાં ફસાયેલો છે અને તેનાથી બધી જ શક્તિઓ દૂર થઈ ગઈ છે.


પોતાના પૂર્વ જન્મની વાર્તા સંભળાવતાં તેણે કહ્યું કે દ્વાપર યુગ દરમિયાન તે ખાણની અંદર પડી ગઈ હતી ત્યારે કોઈ પીર બાબાએ ગોપાલ નામના નાગને તેની મદદ કરવા માટે મોકલ્યો હતો અને ત્યારથી જ તે બંનેની વચ્ચે પ્રેમ થઈ ગયો હતો. પરંતુ લગ્ન ન થવાને લીધે તેણે આત્મહત્યા કરી લીધી હતી અને ત્યારથી આજ સુધી તે પોતાના પ્રેમને મેળવવા માટે ભટકી રહી છે.




નાગલોક અને મૃત્યુંલોકની વિચિત્ર વાર્તાઓ સંભળાવનારી આ ઈચ્છાધારી નાગણ માયા મધ્યપ્રદેશના બડનગરમાં આવેલ એક આશ્રમની અંદર રહે છે. અને આ વાર્તાથી પ્રભાવિત થયેલા ત્યાંના રહેવાસીઓ માયાની માહામાયા મા ભગવતીના રૂપે આરાધના કરે છે. લોકો દ્વારા માયાની પૂજા કરવી તે આસ્થાનું પ્રતિક છે કે પછી તેની ઈચ્છાધારી નાગણ હોવાનો અંધવિશ્વાસનો પ્રભાવ છે? આજના આ વૈજ્ઞાનિક યુગમાં આ ઘટના કેટલી પ્રાસંગિક છે તે વિશે તમારા મંતવ્યો અમને જરૂર મોકલશો.

No comments:

Post a Comment