vipul

Thursday, 10 November 2011

મનગમતાં સુખ




હિંદુ ધર્મમાં રવિવારનો દિવસ ભગવાન સૂર્યની ઉપાસનાથી કામનાપૂર્તિ માટે શુભ માનવામાં આવે છે.સૂર્ય ભક્તિ ભલે ને કોઇ નામ સ્મરણ, સ્ત્રોત પાઠ,અભિષેક પૂજા, સૂર્ય નમસ્કાર કોઇ પણ રૂપમાં હોય તો તે આયુષ્ય, બળ, સ્વાસ્થય, પ્રસિદ્ધિ, ઐશ્વર્ય, જ્ઞાન આપનારી માનવામાં આવી છે.

સૂર્ય પૂજામાં સુખની કામનાખી અમુક સરળ ઉપાય પણ અસરકારક માનવામાં આવે છે.તેમાંથી એક છે – સૂર્યદેવને અલગ-અલગ રીતે ફૂલ ચઢાવવા. દરેક અલગ ફૂલનો ચઢાવો વિશેષ ફળદાયી કે ઇચ્છાપૂર્તિ કરનારો માનવામાં આવે છે.જાણીએ સૂર્ય દેવને કયા ફૂલો ચઢાવવાથી કેવું શુભ ફળ મળે છે?

કરેણ – સંકટ મુક્તિ, અપાર સુખ અને ધન-સંપતિ, ઐશ્વર્ય

સફેદ ફૂલ – ભાગ્ય બાધા દુર

મૌલસિરી – જીવનસાથીનાં રૂપમાં રૂપવતી કન્યા પ્રાપ્તિ

પલાશ – અનિષ્ટ શાંતિ

મંદાર – ત્વચા અને કુષ્ટ રોગ શાંતિ

બેલ કે મલ્લિકા – દરેક ઉત્તમ સુખ-સુવિધાઓ અને વૈભવની પ્રાપ્તિ

બિલ્વપત્ર –
દરેક કામનાઓ પુરી થાય છે

No comments:

Post a Comment