| ૧ લી મે ૧૯૬૦ ના રોજ સૂરજનું પ્રથમ કિરણ જમીન પર પડતાં ગુજરાતે નવા યુગની શરૂઆત કરી આ યુગ હતો આત્મવિશ્વાસનો અને ગુજરાત તથા ગુજરાતીઓએ વર્ષો સુધી જાણ્યું તેનું વલણ દુનિયા સમક્ષ સાબિત કરવાનું હતું. તેને ગુજરાતના ઇતિહાસમાં જળસ્રાવ સાબિત કરવા હતા. |
|
 | અગાઉનાં વર્ષોમાં સંધર્ષ હતા, રાજય રચનાનો સંધર્ષ હતો. પ્રતિકૂળતાઓનું લાભમાં રૂપાંતર કરવાની ક્ષમતાવાળા નાના ભૌગોલિક એકમો માટે આનંદ હતો. મહા ગુજરાત આંદોલનની ઇંદુલાલ યાજ્ઞિક, જીવરાજ મહેતા, હરિહર ખંભોળજા અને બ્રહ્મકુમાર ભટ્ટ જેવા દ્રષ્ટિવાન નેતાઓએ નેતાગીરી લીધી હતી. આ ઝુંબેશનાં મૂળ વહીવટી બાબતો માટે વારંવાર મુંબઇ પ્રવાસ ખેડવાની ગુજરાતની અંદરના પ્રદેશની મુશ્કેલીઓમાં રહેલું હતુ. ભારત સરકારે દક્ષિણ ભારતમાં વહીવટી હેતુઓ માટે ભાષાના ધોરણે અલગ એકમો કરી દીધાં હોવાથી, ગુજરાતીઓના આ ઇચ્છા વાજબી હતી. ચાર વર્ષના લાંબા સંધર્ષ પછી ભારત સરકારે ર્ડા.જીવરાજ મહેતાની નેતાગીરી હેઠળ ગુજરાતની પ્રથમ સરકારનો સોગંદવિધિ ૧ લી મે ૧૯૬૦ ના રોજ કરાવવાની સંમતિ આપી હતી. હોદ્દાની સોગંદ પંડિત રવિશંકર મહારાજે ગાંધી આશ્રમમાં લેવડાવ્યા હતા. તેથી ’’સિંહના પંજા’’ જેવી કુદરતી ભૌગોલિક રચના ધરાવતું ગુજરાત રાજય અસ્તિત્વમાં આવ્યું. |
|
|
| પ્રાચિન કાળથી ગુજરાત અને ગુજરાતીઓ તેમના નેતાગીરી, સાહસ કૌશલ, જોખમ લેવાની શકિત અને તક શોધવા દૂરના પ્રદેશોમાં પહોંચવાની ઇચ્છા માટે જાણીતા છે લોથલ અને ધોળાવીરાના વેપાર બંદરોના દિવસથી ગુજરાતીઓએ દુનિયાના જુદા જુદા ભાગમાં જઇને તેમનાં સામ્રાજય સ્થાપ્યાં છે. પછી ભલે તે આફ્રિકાની ખાણ હોય, અમેરિકા સાથે વેપાર હોય કે એન્ટવર્યના હીરા હોય ગુજરાતીઓએ પોતાની છાપ દરેક જગ્યાએ છોડી છે. |  |
|
|
 | ફકત વેપાર અને સાહસમાં ગુજરાતે નેતાગીરી લીધી છે એવું નથી. આ ભૂમિમાં અહિંસાના પૂજારી મહાત્મા ગાંધીનો જન્મ થયો. તેમણે તેમના અહિંસાના શસ્ત્રથી સમગ્ર દેશમાં સામાજિક સુધારા અને રાજકિય સંધર્ષના તેમના તત્વજ્ઞાનની નવી દિશાનો પ્રારંભ કર્યો. આ જમીનમાં સરદાર પટેલ, શ્યામજી કિશન વર્મા, મોરારજી દેસાઇ, ર્ડા.વિક્રમ સારાભાઇ, શ્રી ત્રિભોવનદાસ, દાદાભાઇ નવરોજી, ધીરૂભાઇ અંબાણી, કવિ નર્મદ, સરદલા તાઇ, ઝવેરચંદ મેધાણી અને ઠકકરબાપા જેવા નેતાઓને જન્મ આપ્યો. |
|
|
| નવું રાજય બનતાં ગુજરાતે કદી પાછું વળીને જોયું નથી અને ઘણા સીમાસ્થંભ સર કર્યા છે અને બીજા રાજયોને અનુસરવા માર્ગ કંડાર્યા છે. ઘણાં ક્ષેત્રોમાં સફળતા સાંપડી છે. ગુજરાતમાં દરેક કુટુંબને ચોવીસેય કલાક વીજળી પુરવઠો મળી રહે તે સુનિશ્ચિત કરવા અને નદીઓનું આંતર જોડાણ કરીને નર્મદાનાં પાણી ગુજરાતના ખૂણે ખૂણે પહોંચાડીને દરેક ગામને તેમના પીવાના પાણીની જરૂરિયાત માટે આત્મનિર્ભર બનાવીને કૃષિ સેકટરમાં ઉત્પાદકતા વધારવા અને ગામડા અને ખેડૂતોને સરહકારી મંડળીઓ મારફત સમૃદ્ધ બનાવવા બે હરિયાળી ક્રાંતિ મારફત અને સ્ત્રીઓના સશકિતકરણ માટે શ્વેતક્રાંતિ કરીને ગ્રામીણ ગુજરાતને મજબૂત કરોડરજ્જુ પૂરી પાડી છે. |  |
|
|
 | અમદાવાદમાં વાઇબ્રન્ટ ગુજરાત વૈશ્વિક મૂડી-રોકાણકારના શિખર સંમેલન દરમિયાન ૧રમી-૧૩ મી જાન્યુઆરી ર૦૦૯ ના રોજ ભારતના વેપારી સમુદાયે વિદેશના બીજા મૂડી રોકાણકારો સાથે જોડાઇને ૮પ૦૦ ઉપરાંત પરિયોજનાઓ માટે રૂ.૧ર,૦૦,૦૦૦ કરોડ (અમેરિકન ડોલર ર૪૦૦૦ અબજ) નું મૂડી રોકાણ કરવાની તેમની ઇચ્છા વ્યકત કરતા સમજૂતી યાદી પર સહી કરી. રાજયને તેના પૂર્વ સક્રિય અભિગમથી ખાસ આર્થિક ઝોન સ્થાપવામાં નેતાગીરી સ્થાપિત કરીને અને ખાસ મૂડીરોકાણ પ્રદેશો વિકસાવવા પર ભાર મૂકીને એક ડગલું આગળ ભર્યુ. |
|
|
| સામાજિક સેકટરમાં વ્યૂહાત્મક હસ્તક્ષેસામાજિક સેકટરમાં વ્યૂહાત્મક હસ્તક્ષેપ કરીને, રાજયે સામાજિક-આર્થિક મોરચે ઘણી પ્રગતિ સાધી છે. આઇ.આઇ.એમ., એન.આઇ.ડી., એન.આઇ.એફ.ટી., સી.ઇ.પી.ટી., આઇ.આઇ.ટી., ન્યાયસહાયક યુનિવર્સિટી, ઉચ્ચતર અભ્યાસ માટે દિનદયાળ ઉપાધ્યાય પેટ્રોલિયમ યુનિવર્સિટી જેવા સ્વરૂપમાં ઉત્કૃષ્ટ કેન્દ્રો તથા ’’શાળા પ્રવેશ-નોંધણી કાર્યક્રમ’’ અને ’’કન્યા શિક્ષણ કાર્યક્રમ’’ ના એકત્રિત પગલાંએ પ્રારંભિક શિક્ષણથી શરૂ કરીને ઉચ્ચતર શિક્ષણ સુધી બધાં માટે ગુણવત્તાસભર શિક્ષણના સિદ્ધાંતને વેગ આપ્યો છે. |  |
|
|
ગુજરાતને તબીબી પ્રવાસન માટે ગુજરાતની તાજેતરની માન્યતા સધન પ્રયાસો બાદ મળી છે. રાજયે તેના ’’જનની સુરક્ષા યોજના’’ અને ’’ચિરંજીવી યોજના’’ મારફત સામૂહિક આરોગ્ય સંભાળમાં હરણફાળ ભરી છે.
રાજયે તેની સમૃદ્ધ સંસ્કૃતિ, અગાધ વારસા અને રંગીન તેજસ્વિતાથી દરેક વ્યકિત તેની સામે દબદબા અને માનથી જુએ છે. ગુજરાતને તેની રચનાનાં પ૦ વર્ષ પૂરાં થતાં હોવાથી રાજય તેની સુવર્ણ જયંતિ ઉજવે છે. આ ઉજવણી જૂની સિદ્ધિઓ એટલે ગુજરાતે આ વર્ષો દરમ્યાન જે ભવ્ય પ્રવાસ કર્યો અને જુદાં જુદાં સેકટરમાં સીમાચિહન પ્રાપ્ત કર્યા તે ઉપરાંત – બહેતર ગુજરાત, સમૃદ્ધ ગુજરાત, જેમાં દરેક ગુજરાતી શિક્ષિત અને તંદુરસ્ત હોય તેવા ગુજરાતની, સ્વચ્છ ગુજરાતની હરિયાળા અને આદ્યુનિક ગુજરાતની દ્રષ્ટિ માટે પણ છે.
આ દ્રષ્ટિ મુજબનું ગુજરાત સાચોસાચ સ્વર્ણિમ ગુજરાત બનશે અને તે કેવળ સરકારનાં પગલાંથી સિદ્ધ નહિ થાય પણ દરેક ગુજરાતીના સમાન સહયોગથી થશે. |
|
| ગુજરાતની દરેક વ્યકિત આ ’’સ્વર્ણિમ ગુજરાત’’ ની દ્રષ્ટિમાં સહભાગી બની શકે. તે પોતાને ગમે તે કોઇ પણ રીતે ફાળો આપીને તેમ કરી શકે. તેણે સમર્પણ સાથે નિર્ણયપૂર્વકનો સંકલ્પ કરવાનો રહેશે. આ સંકલ્પ ગમે તેટલો નાનો હોવા છતાં, આપણા માનનીય મંત્રીએ તેને સચોટ રીતે સંકલ્પ પપ૦ લાખ ગુજરાતીઓનો સંકલ્પ ગેમે તેટલો નાનો હોવા છતાં, આ સંકલ્પોનું સામૂહિક બળ ગુજરાતને અભૂતપૂર્વ અને અદ્વિતીય વિકાસના પંથે જવાની પ્રેરણા આપશે. |  |
|
|
ઊજવણીમાં જોડાવાનો, ગુજરાતની પ્રગતિમાં સહભાગી બનવાનો અને તેને સામા અર્થમાં ’’સ્વર્ણિમ ગુજરાત’’ બનાવવાનો સમય હવે પાકી ગયો છે.
આવો અને આ ઝુંબેશમાં જોડાઓ પ્રતિજ્ઞા લો દરેક પ્રતિતા દરેકનો ફાળો ગણાય છે. તે આપણે સ્વપ્ન સેવીએ છીએ તેવા સ્વર્ણીમ ગુજરાતની દ્રષ્ટિ માટે છે. |
|
| "આવો સ્વર્ણિમ ગુજરાત માટે સંકલ્પ કરીએ" |
|
 |
No comments:
Post a Comment