vipul

Monday, 7 November 2011

wel-come to uprkot
 
શહેરનો સૌથી જુનો ભાગ અને શહેરની કોઈ પણ મુલાકાતનું કેન્દ્ર. તે છે ઉપરકોટ-ઉપરકોટ, ૨૩૦૦ વર્ષ જુના ઉપરકોટની દીવાલો અમુક સ્થળોએ ૨૦ મીટર ઉચી છે. બાર વર્ષના ઘેરા સામે પણ જુનાગઢને ટકાવી રાખવાની ક્ષમતા હતી. એવું માનવામાં આવે છે કે ૧ થી ૪ એ.ડી માં બનેલી ગુફાઓ મોટા ખંભા, પ્રવેશદ્વાર, પાણીના કુવા, ઘોડાની નાળના આકારની છત અને બારીઓ, સભાગૃહો અને ધ્યાન વિભાગ પણ છે. આની જોડે અહિયાં કિલ્લાની દિવારીની અંદરની બાજુમાં ૩૦૦ ફૂટ ઊંડી પાણીથી ભરેલી ખાડી હતી. જેમાં મગરને રાખવામાં આવતા હતા. જેનાથી કોઈ દુશ્મન કિલ્લાની ઉચી દીવાલો પાર કરવાની કોશિશ કરે તો તે સૈનિકોની નજરમાં આવી જાય જો ના આવે તો મગરોથી ભરેલી ખાઈઓમાં પડી જાય એવી વ્યવસ્થા હતી.

કિલ્લાના  પ્રવેશદ્વાર ની થોડી અંદરની તરફ ભૂતપૂર્વ શાસકો ના નિશાન અને ગણેશ, હનુમાન અને શક્તિ નું મંદિર છે. તેનાથી નજીક નીલમ અને માણેક નામની બે ટોપ છે. જેને દિવમાં પુર્તગાલિયા નો સામનો કરવામાં તુર્ક લોકો તેને વહાણથી સૌરાષ્ટ્રમાં લાયા હતા.

ઉપરકોટની પ્રવેશ ફી રૂ. 2 છે. વાહન માટે રૂ. 10 છે. તે દરરોજ સવારે 7.00થી સાંજે 7.00 વાગ્યા સુધી ખુલ્લું રહેછે. જામા મસ્જિદ, અડી કડીની વાવ, બૌદ્ધ ગુફાઓ અને નવઘણ કૂવો ઉપરકોટમાં જ આવેલા છે.
     



No comments:

Post a Comment