આઇઝેક ન્યુટન
સર આઇઝેક ન્યૂટન એફઆરએસ(4 જાન્યુઆરી 1643[2] 31 માર્ચ 1727[3])[4] ઇંગ્લેન્ડના મહાન ભૌતિક વિજ્ઞાની, ગણિતશાસ્ત્રી, ખગોળશાસ્ત્રી, ફિલસૂફ, રસાયણવિજ્ઞાની અને ધર્મશાસ્ત્રી હતા જેમની ગણના અનેક વિદ્વાનો અને સમાજના પ્રતિષ્ઠિત સભ્યો દ્વારા માનવીય ઇતિહાસમાં સૌથી વધુ પ્રભાવશાળી પુરુષોમાંના એક પુરૂષ તરીકે થાય છે. 1867માં પ્રકાશિત થયેલા તેમના સંશોધનપત્ર "ફિલોસોફી નેચરેલિસ પ્રિન્સિપયા મેથેમેટિકા " (સામાન્ય રીતે પ્રિન્સિપિયા તરીકે જાણીતું છે)ની ગણતરી વિજ્ઞાનના ઇતિહાસમાં સૌથી વધુ પ્રભાવશાળી પુસ્તકોમાંના એક પુસ્તકમાં થાય છે, જેણે પરંપરાગત યંત્રવિજ્ઞાનનો પાયો નાખ્યો. તેમાં ન્યૂટને સાર્વત્રિક ગુરુત્વાકર્ષણ અને ગતિના નિયમોની સમજૂતી આપી છે, જેનું વર્ચસ્વ આગામી ત્રણ સદી માટે ભૌતિક બ્રહ્માંડના વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ પર રહ્યું હતું. ન્યૂટને કેપ્લરના ગ્રહીય ગતિના નિયમો અને પોતાના ગુરુત્વકર્ષણના સિદ્ધાંતો વચ્ચે સાતત્ય સ્થાપિત કરી દર્શાવ્યું હતું કે પૃથ્વી પર ચીજવસ્તુઓની ગતિ અને અવકાશી પદાર્થોની ગતિનું નિયંત્રણ કે સંચાલન કુદરતી નિયમોની સમાન સમુચ્ચય દ્વારા થાય છે. આ રીતે સૂર્ય કેન્દ્રીયતા અને વૈજ્ઞાનિક ક્રાંતિના આધુનિકરણ વિશે છેલ્લી શંકા પણ દૂર કરી.
યંત્રશાસ્ત્રમાં ન્યૂટને સંવેગ અને કોણીય સંવેગ, બંનેના સંરક્ષણના સિદ્ધાંતો સ્થાપિત કર્યા. ન્યૂટને સૌથી પહેલું વ્યવહારિક પરાવર્તિત ટેલીસ્કોપ [૧]પણ બનાવ્યું હતું અને તેના આધારે રંગનો સિદ્ધાંત વિકસીત કર્યો કે એક પ્રિઝમ સફેદ પ્રકાશને અનેક રંગોમાં વિભાજીત કરી દે છે, જે મેઘધનુષ્ય બનાવે છે. તેમણે ઠંડકના સિદ્ધાંતની ભેટ પણ ધરી અને અવાજની ગતિનો અભ્યાસ પણ કર્યો.
ગણિતમાં વિકલન અને સંકલનની પદ્ધતિના વિકાસનો શ્રેય ગોટફ્રાઇડ લીબનીઝની સાથે ન્યૂટનને પણ જાય છે. તેમણે સામાન્યીકૃત દ્વિપદી પ્રમેયનું પણ પ્રદર્શન કર્યું અને એક ફલનના શૂન્યાંકની નિકટતા માટે "ન્યૂટનની પદ્ધતિ" વિકસાવી અને ધાતુ શ્રેણીના અભ્યાસમાં પણ યોગદાન આપ્યું. વિજ્ઞાનીઓ વચ્ચે ન્યૂટન ટોચનું પ્રભાવશાળી સ્થાન ધરાવે છે. આ બાબત બ્રિટનની રૉયલ સોસાયટીએ વર્ષ 2005માં કરેલા એક સર્વેક્ષણમાં જાણવા મળ્યું હતું. તેમાં પૂછવામાં આવ્યું હતું કે વિજ્ઞાનની ઇતિહાસ પર કયા વિજ્ઞાનીનો પ્રભાવ સૌથી વધુ અસર છે અને કયા વિજ્ઞાનીની અસર માનવજાત પર સૌથી વધારે છે, ન્યૂટન કે આલ્બર્ટ આઇન્સ્ટાઇન? રોયલ સોસાયટીના વિજ્ઞાનીઓએ આ બંને બાબતોમાં સૌથી વધુ અસરકારક વિજ્ઞાની તરીકે ન્યૂટનની પસંદગી કરી હતી.[૨] ન્યૂટન અત્યંત ધાર્મિક વ્યક્તિ પણ હતા. તેઓ એક ક્રાંતિકારી ખ્રિસ્તી હોવા છતાં તેમણે કુદરતી વિજ્ઞાનની સરખામણીમાં બાઇબલિકલ હેર્મેનેયુટિક્સ અને રહસ્યમય અભ્યાસ પર વધારે લખ્યું હતું, જે માટે આજે પણ યાદ કરવામાં આવે છે.
આઇઝેક ન્યૂટનનો જન્મ 4 જાન્યુઆરી, 1643 [<nowiki>[[OS]]: 25 December 1642]</nowiki>[10]ના રોજ લિંકનશાયર કાઉન્ટીના એક નાના ગામ વુલસ્થોર્પે-બાય-કોસ્ટેવોર્થમાં વુલસ્થ્રોપ મેનરમાં થયો હતો. તેમના જન્મના સમયે ઇંગ્લેન્ડે ગ્રેગોરિયન કેલેન્ડર અપનાવ્યું નહોતું અને એટલે તેમની જન્મતિથી નાતાલના દિવસે એટલે 25 ડીસેમ્બર, 1642 સ્વરૂપે નોંધવામાં આવી. ન્યૂટનનો જન્મ તેમના પિતાના અવસાન પછી ત્રણ મહિને થયો હતો. તેઓ એક સમૃદ્ધ ખેડૂત હતા અને તેમનું નામ પણ આઇઝેક ન્યૂટન જ હતું. અપરિપક્વ અવસ્થામાં (અધૂરા માસે) જન્મેલા તેઓ એક નાના બાળક હતા. તેમની માતા હન્ના એસ્કફએ કહ્યું હતું કે તેઓ પા ગેલન (1.1 લિટર)ના નાના કપમાં સમાઈ શકે તેટલા હતા. ન્યૂટનની ઉંમર ત્રણ વર્ષ હતી ત્યારે તેમની માતાએ બીજી વખત લગ્ન કરી લીધા અને પોતાના નવા પતિ રેવરંડ બર્નાબુસ સ્મિથ સાથે રહેવા ચાલ્યા ગયા તથા પોતાના પુત્રને તેની નાની મર્ગેરી એસ્કફની દેખભાળમાં છોડી દીધો. બાળક આઇઝેક પોતાના સાવકા પિતાને પસંદ કરતો નહોતો અને તેમની સાથે લગ્ન કરવા માટે પોતાની માતાને ધિક્કારતો હતો. જેમ કે 19 વર્ષ સુધી કરેલા તેમણે કરેલા અપરાધોની યાદીમાંથી જાણવા મળે છેઃ "મેં માતા અને પિતા સ્મિથના ઘરને સળગાવવાની ધમકી આપી."[૩]
12થી 17 વર્ષની ઉંમર સુધી તેમણે ધ કિંગ્સ સ્કૂલ, ગ્રાન્થમમાં શિક્ષણ મેળવ્યું (જ્યાં પુસ્તકાલયના એક દરવાજા પર તેમના હસ્તાક્ષર આજે પણ જોઈ શકાય છે). તેમની શાળામાંથી હકાલપટ્ટી કરવામાં આવી અને ઓક્ટોબર, 1659માં તેઓ વૂલ્સ્થોર્પે-બાય-કોલ્સ્ટેવોર્થ આવી ગયા, જ્યાં તેમની માતાએ, જે બીજી વખત વિધવા થયા હતા, તેમને ન્યૂટનને ખેતીવાડી કરવાની સલાહ આપી. તેમને ખેતીવાડી પસંદ નહોતી.[૪] કિંગ્સ સ્કૂલના શિક્ષક હેનરી સ્ટોક્સે તેમની માતાને કહ્યું કે તે ન્યૂટનને ફરીથી શાળા મોકલે જેથી તે તેનો અભ્યાસ પૂર્ણ કરી શકે. શાળાના એક છોકરા સાથે બદલો લેવાની ઇચ્છાથી તેઓ એક વર્ગમાં ટોચનું સ્થાન ધરાવતા વિદ્યાર્થી બની ગયા.[૫] જૂન 1661માં તેમને ટ્રિનિટી કોલેજ, કેમ્બ્રિજમાં એક સીઝર-એક પ્રકારની કાર્ય-અભ્યાસની ભૂમિકા-સ્વરૂપે ભરતી કરવામાં આવ્યાં.[૬] તે સમયે કોલેજનું શિક્ષણ એરિસ્ટોટલ પર આધારિત હતું, પણ ન્યૂટન તો ડેસકાર્ટેસ અને કોપરનિકસ, ગેલિલિયો અને કેપ્લર જેવા વધુ આધુનિક ફિલસૂફો અને ખગોળશાસ્ત્રીઓના વિચારોનો અભ્યાસ કરવા માગતા હતા. તેમણે 1665માં સામાન્યીકૃત દ્વિપદી પ્રમેયની શોધ કરી અને એક ગાણિતિક સિદ્ધાંત વિકસાવવાનું શરૂ કર્યું, જે પાછળથી સૂક્ષ્મ કલન નામે જાણીતો થયો. ઓગસ્ટ 1665માં ન્યૂટને ડિગ્રી મેળવી લીધી અને તે પછી તરત જ પ્લેગના ભયાનક રોગચાળાથી બચવા માટે સાવચેતીના પગલાં રૂપે વિશ્વવિદ્યાલય બંધ કરી દેવાયું. તેઓ કેમ્બ્રિજના વિદ્યાર્થી,[૭] નહોતાં તેમ છતાં તેના પછી બે વર્ષ સુધી તેમણે વૂલ્સ્થોર્પેમાં પોતાના ઘરે સ્વતંત્રપણે અભ્યાસ કર્યો અને કલન, પ્રકાશ અને ગુરુત્વાકર્ષણના સિદ્ધાંત પર પોતાના સિદ્ધાંતો વિકસાવ્યાં. તેઓ 1667માં ટ્રિનિટીના એક ફેલો સ્વરૂપે પાછાં ફર્યા.[૮]
[ફેરફાર કરો] વચ્ચેના વર્ષો
ગણિતશાસ્ત્ર
ન્યૂટનના ગાણિતિક કાર્યો વિશે કહેવાય છે કે તે ગણિતશાસ્ત્રની તમામ શાખાઓના અભ્યાસ કરતાં વિશિષ્ટ અને સમય કરતાં આગળ હતા.[૯] તેમનું શરૂઆતનું કાર્ય સામાન્ય રીતે કલન તરીકે જાણીતા વિષય પર હતું, જે ઓક્ટોબર, 1966માં હસ્તલિખિત પ્રત સ્વરૂપે હતું અને અત્યારે ન્યૂટનના ગાણિતિક પેપરોમાં પ્રકાશિત થાય છે.[૧૦] તેમના ગાણિતિક કાર્ય સાથે સંબંધિત વિષય અનંત શ્રેણીનો હતો. ન્યૂટનની હસ્તપ્રત "ડી એનાલિસી પર એક્વેશન્સ ન્યુમેરો ટર્મિનોરમ ઇન્ફિનિટાસ" (સંખ્યાની દ્રષ્ટિમાં અનંત સમીકરણો દ્વારા વિશ્લેષણ પર) ને જૂન, 1669માં આઇઝેક બેરોએ જોહન કોલિન્સને મોકલી હતી. ઓગસ્ટ 1969માં બેરોએ કોલિન્સને તેના લેખકની ઓળખાણ આપતાં કહ્યું હતું કે "શ્રીમાન ન્યૂટન, અમારી કોલેજના યુવા ફેલો છે...પણ અસાધારણ રીતે પ્રતિભાશાળી છે અને આ બાબતોમાં કૌશલ્ય ધરાવે છે".[૧૧] પાછળથી ન્યૂટન અને લીબનીઝ વચ્ચે સૂક્ષ્મ કલનના સિદ્ધાંતના વિકાસ પર વિવાદ થયો હતો. મોટા ભાગના આધુનિક ઇતિહાસકારોનું માનવું છે કે ન્યૂટન અને લીબનીઝે સૂક્ષ્મ કલનનો વિકાસ પોતપોતાની રીતે સ્વતંત્રપણે કર્યો હતો. અવારનવાર એવા સૂચનો થયા છે કે ન્યૂટને 1693 સુધી કોઈ સિદ્ધાંત પ્રકાશિત કર્યો નહોતો અને 1704 સુધી સંપૂર્ણ માહિતી આપી નહોતી જ્યારે લીબનિઝે તેની પદ્ધતિઓનો સંપૂર્ણ ચિતાર 1684માં પ્રસિદ્ધ કરવાની શરૂઆત કરી હતી. (લીબનિઝની માન્યતા અને વિભેદક પદ્ધતિને ખંડીય યુરોપીન ગણિતશાસ્ત્રીઓએ અપનાવી હતી અને 1820 પછી કે બ્રિટિનના ગણિતશાસ્ત્રીઓએ પણ. અત્યારે આ પદ્ધતિને વધુ અનુકૂળ માન્યતાઓ ગણવામાં આવે છે.) જોકે આ પ્રકારના સૂચનમાં કલનના વિષયની ઉપેક્ષા કરવામાં આવી હતી, જેની ન્યૂટનની પોતાના પ્રથમ પુસ્તક પ્રિન્સિપયા માં (1687માં પ્રકાશિત) અને 1684માં લેખાયેલી ડી મોટુ કોર્પોરમ ઇન જીરમ (ભ્રમણકક્ષામાં પદાર્થોની ગતિ પર) જેવી પુર્વગામી હસ્તપ્રતોમાં ન્યૂટનના સમય અને આધુનિક સમયની ટીકા કરવામાં આવી હતી. ધ પ્રિન્સિપિયા કલનશાસ્ત્રની ભાષામાં લખાઈ નથી, જેને આપણે જાણીએ છીએ અથવા ન્યૂટનની 'ડોટ' માન્યતામાં લખ્યું હતું. પણ ન્યૂટનને તેના કાર્યમાં ભૌમિતિક સ્વરૂપે સૂક્ષ્મ કલનનો વ્યાપક ઉપયોગ કર્યો છે, જેનો આધાર નાના સમાંતર કદના પ્રમાણના મર્યાદિત મૂલ્યો પર આધારિત છે. પ્રિન્સિપિયા માં ન્યૂટને પોતે પહેલા અને છેલ્લાં પ્રમાણ શીર્ષક હેઠળ આ બાબત દેખાડી છે[૧૨] અને આ સ્વરૂપે શા માટે દર્શાવવામાં આવ્યું તેનું કારણ પણ રજૂ કર્યું છે.[૧૩] પ્રિન્સિપિયા માં આ બધી માહિતીઓ હોવાથી તેને આધુનિક સમયમાં સૂક્ષ્મ કલનની કામગીરી અને પદ્ધતિ સાથેનું ગહન પુસ્તક કહેવાય છે[૧૪] અને ન્યૂટનના સમયમાં તેની નજીકનું લગભગ બધુ આ કલન સાથે સંબંધિત હોવાનું જણાય છે.[૧૫] ન્યૂટનની પદ્ધતિઓના ઉપયોગમાં એકથી વધારે અતિ સૂક્ષ્મ ઓર્ડર્સ સંકળાયેલા છે, જે 1684ના ન્યૂટનની ડી મોટુ કોર્પોરમ ઇન જીરમ માં[૧૬] અને 1684ની અગ્રેસર બે દાયકા દરમિયાન ગતિ પરના પેપરોમાં રજૂ થયા છે.[૧૭]
ન્યૂટન તેમના કલનને પ્રકાશિત કરવા માગતા નહોતા, કારણ કે તેમને વિવાદ ઊભો થવાનો અને ટીકા થવાનો ડર હતો.[૧૮] તેમને સ્વિસ ગણિતશાસ્ત્રી નિકોલસ ફાતિઓ ડી ડુલિઅર સાથે અંગત સંબંધો હતા, જેઓ શરૂઆતથી જ ન્યૂટનના ગુરુત્વાકર્ષણના સિદ્ધાંતથી પ્રભાવિત હતા. 1691માં ડુલિઅરે ન્યૂટનને ફિલોસોફી નેચરેલિસ પ્રિન્સિપિયા મેથેમેટિકાની એક નવી આવૃત્તિ તૈયાર કરવાની યોજના જણાવી, પણ તેને ક્યારેય પૂરી ન કરી શક્યા. આ બંને વચ્ચે 1693માં સંબંધ બદલાઈ ગયા. તે સમયે ડુલિઅરે પણ લીબનીઝ સાથે અનેક પત્રોનું આદાનપ્રદાન કર્યું હતું.[૧૯]
1699ની શરૂઆતમાં રોયલ સોસાયટી (જેના ન્યૂટન પણ સભ્ય હતા)ના અન્ય સભ્યોએ લીબનીઝ પર સાહિત્યિક ચોરીનો આરોપ લગાવ્યો અને આ વિવાદ 1711માં સંપૂર્ણ સ્વૂરૂપે સામે આવ્યો. રોયલ સોસાયટીએ એક અભ્યાસ કર્યા પછી જાહેરાત કરી કે ન્યૂટન જ સાચા સંશોધક હતા અને લીબનીઝે ગોટાળો અને ઉઠાંતરી કરી હતી. જ્યારે પાછળથી ન્યૂટને પોતે લીબનીઝ પર અભ્યાસના તારણની ટીપ્પણી લખી ત્યારે આ અભ્યાસ શંકાસ્પદ બન્યો. આ રીતે ન્યૂટન વિરૂદ્ધ લીબનીઝ વિવાદ વધુ વકર્યો, જે 1716માં લીબનીઝના મૃત્યુ સુધી ચાલુ રહ્યો.[૨૦]
સામાન્ય રીતે સામાન્યીકૃત દ્વિપદ પ્રમેયનો શ્રેય ન્યૂટનને અપાય છે, જે કોઈ પણ ઘાત માટે માન્ય છે. તેમણે ન્યૂટનની સામ્યતા, ન્યૂટનની પદ્ધતિ, ચોરસ ઘન સમતલ વક્ર (બે ચલમાં ત્રણના બહુપરિમાણીય પદ)ની શોધ કરી, ચોક્કસ અંતરોના સિદ્ધાંતમાં મહત્વપૂર્ણ પ્રદાન કર્યું. તેઓ અપૂર્ણાંક સૂચકાંકનો ઉપયોગ કરનાર અને ડાયોફેન્ટાઇન સમીકરણોનો ઉકેલ લાવવા સંકલિત ભૂમિતિનો ઉપયોગ કરના પહેલી વ્યક્તિ હતી. તેમણે લઘુગુણક દ્વારા ગુણિત શ્રેણીના આંશિક સરવાળોનો અંદાજ કાઢ્યો (યુલરના સમેશન સૂત્રનો પુરોગામી) અને તેઓ પહેલી વ્યક્તિ હતા જેમણે આત્મવિશ્વાસ સાથે ઘાત શ્રેણીનો પ્રયોગ કર્યો અને ઘાત શ્રેણીનો વિલોમ કર્યો.
તેમને 1669માં ગણિતના લ્યુકેસિયન પ્રોફેસર તરીકે પસંદ કરવામાં આવ્યા. તે દિવસોમાં કેમ્બ્રિજ કે ઑક્સફર્ડના કોઈ પણ સભ્યને એક એંગ્લિકન (ઇંગ્લેન્ડના સુધારેલા ચર્ચ)ના પાદરી હોવું જરૂરી હતું. જોકે લ્યુકેસિયન પ્રોફેસર થવા માટે જરૂરી હતું કે તે ચર્ચમાં સક્રિય ન હોય (જેથી તે વિજ્ઞાન માટે વધુ સમય ફાળવી શકે). ન્યૂટને દલીલ કરી હતી કે આ શરતમાંથી તેમને મુક્તિ આપવામાં આવે અને તેના માટે જેની મંજૂરીની જરૂર હતી તેવા ચાર્લ્સ બીજાએ તેમની દલીલનો સ્વીકાર કર્યો હતો. આ રીતે ન્યૂટનના ધાર્મિક વિચારો અને એંગ્લિકન રૂઢિચુસ્તો વચ્ચેનો સંઘર્ષ ટળી ગયો હતો.[૨૧]
ઓપ્ટિક્સ (પ્રકાશ ગુણધર્મ શાસ્ત્ર)
ન્યૂટનના બીજા રિફ્લેક્ટિંગ ટેલિસ્કોપની પ્રતિકૃતિ જે તેણે રોયલ સોસાયટીને 1672માં ભેટ આપી હતી[૨૨]
1670થી 1672 સુધી ન્યૂટને પ્રકાશશાસ્ત્ર પર પ્રવચનો આપ્યા. આ સમયગાળા દરમિયાન તેમણે પ્રકાશના વક્રિભવનની શોધ કરી. તેમણે દેખાડ્યું કે એક પ્રિઝમ સફેદ પ્રકાશને રંગોના વર્ણપટ(સ્પેક્ટ્રમ) માં વિભાજીત કરી દે છે અને એક લેન્સ અને એક બીજો પ્રિઝમ બહુરંગી સ્પેકટ્રમને સંયોજિત કરીને શ્વેત પ્રકાશનું નિર્માણ કરે છે.[૨૩]
તેમણે એ પણ દેખાડી દીધું કે રંગીન પ્રકાશને અલગ કરવા અને જુદી વસ્તુઓ ચમકાવવાથી રંગીન પ્રકાશના ગુણોમાં કોઈ ફેરફાર થતો નથી. ન્યૂટને વર્ણિત કર્યું કે પ્રકાશ ભલે પરાવર્તિત હોય કે વિખેરાયેલા હોય કે સંચારિત હોય, તે સમાન રંગનો રહે છે. આ રીતે તેમણે જોયું કે રંગ પહેલેથી જ રંગીન પ્રકાશ સાથે વસ્તુની અંતર્ક્રિયાનું પરિણામ હોય છે, નહીં કે વસ્તુઓ પોતે રંગો ઉત્પન્ન કરે છે. તેને ન્યૂટનના રંગના સિદ્ધાંત સ્વરૂપે ઓળખવામાં આવે છે.[૨૪]
આ કાર્ય પરથી તેમણે તારણ કાઢ્યું કે કોઈ પણ વક્રિભવન ટેલીસ્કોપનો લેન્સ પ્રકાશના રંગોમાં વિસરણ (રંગીન સ્ખલન)નો અનુભવ કરશે અને આ સિદ્ધાંતને સાબિત કરવા માટે તેમણે વિભાવના સ્વરૂપે એક દર્પણનો ઉપયોગ કરતાં એક ટેલીસ્કોપનું નિર્માણ કર્યું જેથી આ સમસ્યાનું સમાધાન થઈ શકે.[૨૫] ખરેખર ડીઝાઇનના નિર્માણ અનુસાર, પ્રથમ જાણીતી પરાવર્તિત ટેલીસ્કોપ અત્યારે ન્યૂટનિયન ટેલીસ્કોપ સ્વરૂપે ઓળખાય છે.[૨૫] તેમાં તકનીકને આકાર આપવા અને એક યોગ્ય અરીસાની સમસ્યાનું હલ કરવાની બાબતો સામેલ છે. ન્યૂટને વધુ પડતી પરાવર્તક કાચની ધાતુના એક સંગઠનથી પોતાના દર્પણને આધાર આપ્યો. તેના માટે તેમણે ટેલીસ્કોપ હેતુ કાચના ગુણવત્તાની તપાસ કરવા ન્યૂટનના વલયનો ઉપયોગ કર્યો. ફેબ્રુઆરી 1668 સુધીમાં તે પ્રથમ પરાવર્તક ટેલીસ્કોપ નું નિર્માણ કરવામાં સક્ષમ થઈ ગયા.[૨૬] 1671માં રૉયલ સોસાયટીએ તેમને તેમના ટેલીસ્કોપનું પ્રદર્શન કરવા કહ્યું.[૨૭] તે લોકોના રચે તેમને પોતાની ટીપ્પણીઓ ઓન કલર ના પ્રકાશન માટે પ્રોત્સાહન મળ્યું, જેને પાછળથી તેમણે પોતાની ઓપ્ટિક્સ સ્વરૂપે વિસ્તૃત કરી દીધી. જ્યારે રોબર્ટ હુકે ન્યૂટનના અમુક વિચારોની ટીકા કરી ત્યારે ન્યૂટન એટલા નારાજ થયા કે તે જાહેર ચર્ચામાંથી બહાર નીકળી ગયા. ન્યૂટન અને હૂક વચ્ચે 1679-80માં થોડા મતભેદ થયા હતા. હૂકની રોયલ સોસાયટીનો પત્રવ્યવહાર સાચવવા માટે નિમણૂક થઇ હતી.[૨૮] (જુઓ ન્યૂટનનો સાર્વત્રિક ગુરુત્વાકર્ણનો નિયમ-ઇતિહાસ અને દી મોટુ કોર્પોરમ ઇન જીરમ ). પણ હુકના મૃત્યુ સુધી બંને વચ્ચે દુશ્મનાવટ રહી હતી.[૨૯]
ન્યૂટને દલીલ રજૂ કરી કે પ્રકાશ અણુઓ કે અતિસૂક્ષ્ણ અણુઓનો બનેલો છે, જે ઘટ્ટ માધ્યમ તરફ જતી વખતે વક્રિભૂત થઈ જાય છે. પણ પ્રકાશના વિવર્તનને સ્પષ્ટ કરવા માટે તેને તરંગો સાથે સંબંધિત કરવો જરૂરી હતો. (ઓપ્ટિક્સ બીકે 2,પ્રોપ્સ. 12). પાછળથી ભૌતિકવિજ્ઞાનીઓએ પ્રકાશના વિવર્તન માટે શુદ્ધ તરંગ જેવા સ્પષ્ટીકરણનું સમર્થન કર્યું (પ્રોપ્સ. 13). પાછળથી ભૌતિકવિજ્ઞાનવિદોએ ઇન્ટરફિઅરન્સ પેટર્ન્સને કારણે પ્રકાશની તરંગો સમાન સમજાવટ તેમજ ડિફ્રેક્શનની સામાન્ય ઘટનાની તરફેણ કરી. આજના ક્વોન્ટમ મિકેનિક્સ, ફોટોન અને તરંગકણ યુગ્મતાના વિચાર, ન્યૂટનની પ્રકાશ વિશે સમજણ સાથે બહુ ઓછી સમાનતા ધરાવે છે.
1675માં તેની પ્રકાશની પરિકલ્પના માં ન્યૂટને અણુઓ વચ્ચે સ્થાળાંતર હેતુ અવકાશની હાજરી હોવાની દ્રઢપણે રજૂઆત કરી. બ્રહ્મ વિદ્યાવાદી હેનરી મોર સાથે સંપર્કમાં આવવાથી રસાયણવિજ્ઞાનમાં તેમને ફરી રસ જાગ્યો. તેમણે અણુઓ વચ્ચે આકર્ષણ અને અપાકર્ષણના હર્મેટિક સિદ્ધાંતને આધારે અવકાશના સ્થાને અદ્રશ્ય બળ મૂક્યું. જૉન મેનાર્ડ કેનેઝ, જેમણે રસાયણવિજ્ઞાન પર ન્યૂટનના અનેક લેખોને સ્વીકાર્યા હતા, કહે છે કે ન્યૂટન કારણ યુગના પહેલા વ્યક્તિ નહોતા, તે જાદુગરોમાં છેલ્લાં સ્થાને હતા.[૩૦] રસાયણવિજ્ઞાનમાં ન્યૂટનનો રસ તેમના વિજ્ઞાનના પ્રદાનથી અલગ ન કરી શકાય.(આ તે સમયે થયું જ્યારે રસાયણવિજ્ઞાન અને વિજ્ઞાન વચ્ચે કોઈ સ્પષ્ટ તફાવત નહોતો.) જો તેમણે શૂન્યાવકાશમાંથી એક અંતરે ક્રિયાના ગુપ્ત વિચાર પર વિશ્વાસ ન કર્યો હોત તો તે ગુરુત્વનો પોતાનો સિદ્ધાંત વિકસીત ન કરી શક્યા હોત.
1704માં ન્યૂટને ઓપ્ટિક્સ પ્રકાશિત કરી, જેમાં તેમણે પોતાના પ્રકાશના અતિસૂક્ષ્મ કણોના સિદ્ધાંતની સવિસ્તાર વ્યાખ્યા આપી. તેમણે પ્રકાશને અનેક સૂક્ષ્મ કણોનો બનેલો માન્યો જ્યારે સામાન્ય પદાર્થોને મોટા અણુઓથી રચાયેલો હોય છે. તેમણે કહ્યું કે એક પ્રકારના રાસાયણિક રૂપાંતરણના માધ્યમથી સંપૂર્ણ પદાર્થ અને પ્રકાશ એકબીજામાં રૂપાંતરિત નથી થઈ શકતા. પદાર્થ પ્રકાશના કણોમાંથી પોતાની કામગીરીનો મોટો ભાગ પ્રાપ્ત નથી કરી શકતા, જે તેના બંધારણમાં પ્રવેશ કરે છે.[૩૧] ન્યૂટને કાચના એક ગોળાનો પ્રયોગ કરી (ઓપ્ટિક્સ આઠમો પ્રશ્ન) એક ઘર્ષણ વિદ્યુતસ્થિતિક જનરેટરના એક મૂળ સ્વરૂપનું નિર્માણ કર્યું.
યંત્રશાસ્ત્ર અને ગુરુત્વાકર્ષણ
1679માં ન્યૂટન તેમના યંત્રશાસ્ત્ર પરના કાર્યમાં પરત ફર્યા એટલે કે આ બાબતે હૂક સાથે 1679-80માં પત્રોના થોડા આદાનપ્રદાન પછી ગુરુત્વાકર્ષણ બળ અને ગ્રહોની ભ્રમણકક્ષા પર કેપ્લરના નિયમોના સંદર્ભ સાથે તેની અસર. હુકની નિમણૂંક રોયલ સોસાયટીના પ્રતિનિધિ તરીકે થઈ હતી અને જેમણે રોયલ સોસાયટીને ન્યૂટન પાસેથી માહિતી મેળવવાના આશય સાથે પત્રવ્યવહારનો માર્ગ ખુલ્લો કર્યો.[૨૮] 1680/1681ના શિયાળામાં ધૂમકેતુ દેખાયા પછી ન્યૂટનનનો અવકાશીય પદાર્થોમાં રસ ફરી જાગ્રત થયો અને તેના પર તેમણે જોહન ફ્લેમસ્ટીડ સાથે પત્ર વ્યવહાર કર્યો.[૩૨] હુક સાથે પત્ર વ્યવહાર પછી ન્યૂટને સાબિત કર્યું કે ગ્રહીય ભ્રમણકક્ષાનું સ્વરૂપ તેની દિશાની ત્રિજ્યાના વર્ગના વ્યસ્ત પ્રમાણ કેન્દ્રાભિગામી બળને પરિણામે હોય છે. (જુઓ ન્યૂટનનો સાર્વત્રિક ગુરુત્વાકર્ષણનો નિયમ-ઇતિહાસ અને ડી મોટુ કોર્પોર્મ ઇન જીરમ). ન્યૂટને તેમના પરિણામો વિશે એડમંડ હેલી અને ડી મોટુ કોર્પોરેમ ઇન જીરમ માં રોયલ સોસાયટી સાથે ચર્ચા કરી. તેના પર નવ શીટ વિશે એક નાની પુસ્તિકા લખી જેની નકલ રોયલ સોસાયટીના રજિસ્ટર બુકમાં ડીસેમ્બર, 1684માં ઉતારી લેવાઈ હતી.[૩૩] આ પુસ્તિકાનો સાર છે કે ન્યૂટને પ્રિન્સિપિયા નું સ્વરૂપ વિકસાવ્યું અને વિસ્તાર્યું.
ફિલોસોફી નેચુરેલિસ પ્રિન્સિપિયા મેથેમેટિકા (જે હવે પ્રિન્સિપિયા સ્વરૂપે જાણીતી છે)નું પ્રકાશન એડમંડ હેલીની નાણાકીય સહાય અને પ્રોત્સાહન સાથે પાંચ જુલાઈ, 1687ના રોજ થયું. આ કાર્યમાં ન્યૂટનને ગતિના ત્રણ સાર્વભૌમિક નિયમ આપ્યાં, જેમાં 200 કરતાં પણ વધારે વર્ષો સુધી કોઈ સુધારો ન કરવામાં આવ્યો. તેમણે આ પ્રભાવ માટે લેટિન શબ્દ ગ્રેવિટાસ (ભાર)નો ઉપયોગ કર્યો, જેને ગુરુત્વાકર્ષણ નામથી ઓળખવામાં આવે છે અને સાર્વત્રિક ગુરુત્વાકર્ષણનો નિયમ તરીકે વ્યાખ્યાયિત કર્યો. આ કાર્યમાં તેમણે વાયુમાં અવાજની ગતિને બોયલના નિયમ પર આધારિત પ્રથમ વિશ્લેષણાત્મક પ્રમાણ રજૂ કર્યું. બહુ વધારે અંતર પર ક્રિયા કરી શકનાર અદ્રશ્ય બળની ન્યૂટનની વિભાવનાના કારણે તેમની ટીકા થઈ, કારણ કે વિજ્ઞાનમાં ગુપ્ત એજન્સીઓને ભેળવી દેવામાં આવી હતી. ચંદ્રના પૃથ્વી પર ગુરુત્વાકર્ષણ બળે ચંદ્રની ગતિમાં અનિયમિતતા પર ગુરુત્વાકર્ષણ અભ્યાસ શરૂ કરવા પ્રેરણા આપી અને ધૂમકેતૂની પરિભ્રમણ કક્ષા નક્કી કરવા માટેનો સિદ્ધાંત આપ્યો.
ન્યૂટને સૌર વ્યવસ્થાના તેમના સૂર્યકેન્દ્રીય દ્રષ્ટિકોણને સ્પષ્ટ કર્યો હતો- જેને તેમણે આધુનિક માર્ગે વિકસાવ્યો હતો. 1680ના દાયકાની મધ્ય સુધીમાં તેમણે સૌર વ્યવસ્થાના ગુરુત્વકેન્દ્રમાંથી સૂર્યના વિચલનની ઓળખ કરી લીધી હતી.[૩૪] ન્યૂટને સૂર્ય અથવા અન્ય કોઇ અવકાશી પદાર્થનું કેન્દ્ર ગુરુત્વાકર્ષળ બળના કેન્દ્ર તરીકે ગણ્યું ન હતું પરંતુ પૃથ્વી, સૂર્ય અને તમામ ગ્રહોના સમાન ગુરુત્વાકર્ષણ કેન્દ્રને વિશ્વના કેન્દ્ર તરીકે ગણવામાં આવ્યું હતું અને આ ગુરુત્વાકર્ષણ કેન્દ્ર કોઇ એક સ્થાને સ્થિર છે અથવા તો જમણી રેખામાં એકસરખી રીતે આગળ વધે છે. (ન્યૂટને ગુરુત્વાકર્ષણ કેન્દ્ર કોઇ એક સ્થળે સ્થિર છે તેવા સમાન મંતવ્યના સંદર્ભમાં એટ રેસ્ટનો વિકલ્પ અપનાવ્યો હતો).[૩૫]
બહુ વધારે અંતર પર ક્રિયા કરી શકનાર અદ્રશ્ય બળની ન્યૂટનની વિભાવનાના કારણે તેમની ટીકા થઈ, કારણ કે વિજ્ઞાનમાં ગુપ્ત એજન્સીઓને ભેળવી દેવામાં આવી હતી.[૩૬] પાછળથી પ્રિન્સિપિયા ની બીજી આવૃત્તિ (1713)માં ન્યૂટને જનરલ સ્કોલિયમ અનુમાનમાં આ પ્રકારની ટીકાને નકારી કાઢી હતી. તેમણે લખ્યું છે કે ગુરુત્વાકર્ષણ બળ એક અસાધારણ સંકેત છે તેટલું પૂરતું છે, પણ તેમણે તેના કારણો સૂચવ્યાં નથી અને આ બંને બિનજરૂરી અને અયોગ્ય છે. (અહીં ન્યૂટને તેમના પ્રસિદ્ધ ભાવ હાઇપોથીસીસ નોન ફિંગો નો ઉપયોગ કર્યો છે).
પ્રિન્સિપિયા ની સાથે ન્યૂટનને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસિદ્ધ મળી.[૩૭] તેમની ઘણી પ્રશંસા થઈ, તેમના એક પ્રશંસક હતા, સ્વિત્ઝરલેન્ડમાં જન્મેલા નિકોલસ ફતિયો ડી ડ્યુલીટર, જેમની સાથે તેમનો ગાઢ સંબંધ બન્યો. જ્યારે 1693માં ન્યૂટન માનસિક નિરાશાનો ભોગ બન્યા ત્યારે આ સંબંધનો અંત આવી ગયો.[૩૮]
પાછળનું જીવન
સર આઇઝેક ન્યૂટનનો પર્સનલ કોટ ઓફ આર્મ્સ[૩૯]
1690ના દાયકામાં ન્યૂટને અનેક ધાર્મિક સંશોધન લખ્યા, જે બાઇબલની શાબ્દિક વ્યાખ્યાથી સંબંધિત હતા. હેનરી મોરના બ્રહ્માંડમાં વિશ્વાસ અને કાર્ટેસિયન દ્વૈતવાદ માટેના અસ્વીકારે કદાચ ન્યૂટનના ધાર્મિક વિચારોને પ્રભાવિત કર્યા. તેમણે એક પાંડુલિપી જૉન લોકેને પણ મોકલી જેમાં તેમણે ટ્રિનિટીના અસ્તિત્વને વિવાદિત માની હતી, જેને ક્યારેય પ્રકાશિત ન કરવામાં આવી. પાછળના કાર્યો[57]- ધ ક્રોનોલોજી ઓફ એન્સિયન્ટ કિંગડમ્સ એમેન્ડેડ (1728) અને ઓબ્સર્વેશન્સ અપોન ધ પ્રોફિસીઝ ઓફ ડેનિયલ એન્ડ ધ એપોકેલિપ્સ ઓફ સેન્ટ જોન (1733)[58]નું પ્રકાશન તેમના અવસાન પછી થયું. તેમણે રસાયણ વિજ્ઞાન માટે પણ પોતાનો ઘણો બધો સમય આપ્યો (ઉપર જુઓ).
ન્યૂટને 1689થી 1690 સુધી અને 1701માં ઇંગ્લેન્ડની સંસદના સભ્ય પણ બન્યા, પણ અમુક વિવરણો અનુસાર તેમની ટીપ્પણીઓ હંમેશા ચેમ્બરમાં એક ઠંડા દુકાળને લઈને જ હોતી અને તે બારીને બંધ રાખવાની વિનંતી કરતાં હતા.[૪૦]
1696માં ન્યૂટન રોયલ મિન્ટનું પ્રમુખ પદ સંભાળવા લંડન ચાલ્યા ગયા. આ પદ તેમને તત્કાલિન રાજકોષના કુલાધિપતિ હેલિફેક્ટ પ્રથમ અર્લ, ચાર્લ્સ મોંતાગુના સંરક્ષણના માધ્યમથી પ્રાપ્ત થઈ. તેમણે ઇંગ્લેન્ડના મુખ્ય મુદ્રા ઢાળનારનું કાર્ય સંભાળી લીધું અને કોઈ રીતે માસ્ટર લુકાસના ઇશારે નાચવા લાગ્યા (અને એડમન્ડ હેલી માટે અસ્થાયી ટંકશાળ શાખાના નાયબ નિયંત્રકનું પદ પ્રાપ્ત કર્યું). 1699માં લુકાસનું મૃત્યુ થયું અને તે પછી ન્યૂટન કદાચ ટંકશાળાના સૌથી પ્રસિદ્ધ માસ્ટર બન્યા. આ પદ પર ન્યૂટન તેમના મૃત્યુ સુધી રહ્યાં. આ નિમણૂંકો જવાબદારી વિનાના પદ સ્વરૂપે લેવામાં આવી હતી, પણ ન્યૂટને તેને ગંભીરતાથી લીધી. 1701માં પોતાના કેમ્બ્રિજના કર્તવ્યોમાંથી નિવૃત્ત થઈ ગયા અને મુદ્રામાં સુધાર લાવવાનો પ્રયાસ કર્યો અને ક્લીપર્સ અને નકલી મુદ્રાઓ બનાવનારાને પોતાની શક્તિનો ઉપયોગ કરવા સજા આપી. 1711માં ટંકશાળના માસ્ટર સ્વરૂપે "લો ઓફ ક્વીન એની"માં ન્યૂટને અજાણતા સોનાના પક્ષમાં ચાંદીના પૈસા અને સોનાના સિક્કા વચ્ચે દ્વિધાત્વિક સંબંધ સ્થાપિત કરી પૌંડ સ્ટર્લિંગને ચાંદીના માનકમાંથી સોનાના માનકમાં બદલી દીધો. આ કારણે ચાંદી સ્ટર્લિંગ સિક્કાને પીગાળી બ્રિટનની બહાર મોકલી દેવાયા. ન્યૂટનને 1703માં રોયલ સોસાયટીના અધ્યક્ષ અને ફ્રેંચ એકેડેમિ ડેસ સાયન્સિસના એક સહયોગી બનાવવામાં આવ્યા. રોયલ સોસાયટીમાં પોતાના પદ પર રહેતા ન્યૂટનને એસ્ટ્રોનોમર રોયલ જૉન ફ્લેમસ્ટીડને દુશ્મને બનાવી લીધો. તેમણે ફ્લેમસ્ટીડની હિસ્ટોરિકા કોલેસ્ટિસ બ્રિટાનિકાને સમય પહેલાં જ પ્રકાશિત કરાવી દીધી, જેને ન્યૂટનને પોતાના અભ્યાસના કામમાં લઈ લીધી.[૪૧]
એપ્રિલ 1705માં ક્વીન એનીએ ન્યૂટનને ટ્રિનિટી કોલેજ, કેમ્બ્રિજમાં એક શાહી યાત્રા દરમિયાન નાઇટની ઉપાધિ આપી. આ ઉપાધિ તેમને ટંકશાળના માસ્ટર સ્વરૂપે સેવાઓના બદલામાં આપવામાં આવી નહોતી અને ન તેમના વૈજ્ઞાનિક કાર્ય માટે, પણ તેમને આ ઉપાધિ મે, 1705માં સંસદીય ચૂંટણી દરમિયાન તેમના રાજકીય યોગદાન માટે એનાયત કરવામાં આવી હતી.[૪૨] નાઇટની ઉપાધી મેળવનાર ન્યૂટન પ્રથમ વૈજ્ઞાનિક હતા.[૪૩]
જીવનની સંધ્યા સમયે તેમણે તેમની ભત્રીજી અને તેના પતિ સાથે વિન્ચેસ્ટર નજીક ક્રેનબરી પાર્કને નિવાસસ્થાન બનાવ્યું.[૪૪] તેમનું મૃત્યુ 31 માર્ચ, 1727માં થયું [OS: 20 માર્ચ 1726], અને તેમને વેસ્ટમિંસ્ટર એબ્બેમાં દફનાવવામાં આવ્યા. તેમની સાવકી ભત્રીજી કેથરીન બાર્ટન કોનડુઇટએ[૪૫] લંડનમાં જર્મીન સ્ટ્રીટમાં તેમના ઘરે સામાજિક બાબતોમાં તેમની પરિચારિકાનું કામ કર્યું. તે તેમને "બહુ પ્રેમાળ અંકલ" કહેતી હતી[૪૬] આવો ઉલ્લેખ તેમના તે પત્રમાં કરવામાં આવ્યો જે ન્યૂટન દ્વારા તેને ત્યારે લખવામાં આવ્યો જ્યારે તે શીતળાની બીમારીમાંથી બહાર આવી રહી હતી. ન્યૂટન અપરણિત હતા. તેમના અંતિમ વર્ષોમાં તેમની મોટા ભાગની સંપત્તિ સગાસંબંધીઓને આપી દીધી હતી અને અને વસિયત કર્યા વિના જ તેમનું મૃત્યુ થઈ ગયું.
તેમના મૃત્યુ પછી ન્યૂટનના શરીરમાં મોટા પ્રમાણમાં પારો મળ્યો હતો, જે કદાચ તેમના રાસાયણિક કાર્યનું પરિણામ હતું. પારાનું ઝેર ન્યૂટનના અંતિમ જીવનમાં વિક્ષિપ્ત માનસિકતાને સ્પષ્ટ કરી શકે છે.[૪૭]
મૃત્યુ પછી
ખ્યાતિ
ફ્રાંસના ગણિતશાસ્ત્રી જોસેફ લુઈસ લાગ્રેંજ ઘણી વાર કહેતા હતા કે ન્યૂટન મહાન પ્રતિભાશાળી હતા અને એક વાર તેમણે કહ્યું કે "તેઓ સૌથી વધુ નસીબદાર પણ હતા, કારણ કે આપણે દુનિયાની વ્યવસ્થાને એકથી વધુ વખત સ્થાપિત નથી કરી શકતા."[૪૮] અંગ્રેજી કવિ એલેકઝાન્ડર પોપએ ન્યૂટનની ઉપલબ્ધિઓથી પ્રભાવિત થઈને પ્રસિદ્ધ સ્મૃતિલેખ લખ્યોઃ
નેચર એન્ડ નેચર્સ લોઝ લે હાઇડ ઇન નાઇટ;
ગોડ સેઇડ "લેટ ન્યૂટન બી" એન્ડ ઓલ વોઝ લાઇટ.
ન્યૂટન પોતાની ઉપલબ્ધિઓ વિશે જણાવવામાં પોતે સંકોચ કરતા હતા. ફેબ્રુઆરી 1676માં તેમણે રોબર્ટ હુકને એક પત્રમાં લખ્યું:
ઇફ આઇ હેવ સીન ફર્ધર ઇટ ઇસ બાય સ્ટેન્ડીંગ ઓન ધી શોલ્ડર્સ ઓફ જાયન્ટ્સ.[૪૯][૫૦]
જોકે સામાન્ય રીતે ઇતિહાસકારોનું માનવું છે કે ઉપરોક્ત પંકિતઓ નમ્રતા સાથે કહેવાયેલા કથનઢાંચો:Ndashને બદલે ઢાંચો:Ndashહુક ઉપર એક હુમલો હતી (જે ઓછી ઊંચાઈ ધરાવતો કદરૂપો હતો). તે સમયે પ્રકાશશાસ્ત્રના લગતિ સંશોધન વિશે બંને વચ્ચે એક વિવાદ ચાલી રહ્યો હતો. પાછળની વ્યાખ્યા તેમના સંશોધનો પર અન્ય ઘણા વિવાદ સાથે યોગ્ય છે, જેમ કે આ કલનની શોધ કોણે કરી જેવો પ્રશ્ન.[૫૧][૫૨]
પાછળથી એક ઇતિહાસમાં ન્યૂટને લખ્યું:
હું નથી જાણતો કે હું દુનિયાને કયા સ્વરૂપમાં દેખાઈશ પણ મારા પોતાના માટે હું એક એવો છોકરો છું જે સમુદ્રકિનારે રમી રહ્યો છું અને પોતાના ધ્યાનને અત્યારે અને ત્યારેમાં લગાવી રહ્યો છું, એક વધુ ચીકણો પત્થર કે એક વધુ સુંદર કોચલું શોધવાનો પ્રયાસ કરી રહ્યો છું. સત્યનો આ આટલો મોટો સાગર મારી સામે અત્યાર સુધી શોધવામાં આવ્યો નથી.[૫૩]
વિજ્ઞાનીઓ વચ્ચે ન્યૂટન ટોચનું પ્રભાવશાળી સ્થાન ધરાવે છે. આ બાબત બ્રિટનની રૉયલ સોસાયટીએ વર્ષ 2005માં કરેલા એક સર્વેક્ષણમાં જાણવા મળ્યું હતું. તેમાં પૂછવામાં આવ્યું હતું કે વિજ્ઞાનની ઇતિહાસ પર કયા વિજ્ઞાનીનો પ્રભાવ સૌથી વધુ અસર છે અને કયા વિજ્ઞાનીની અસર માનવજાત પર સૌથી વધારે છે, ન્યૂટન કે આલ્બર્ટ આઇન્સ્ટાઇન. રોયલ સોસાયટીના વિજ્ઞાનીઓએ આ બંને બાબતોમાં સૌથી વધુ અસરકારક વિજ્ઞાની તરીકે ન્યૂટનની પસંદગી કરી હતી.[૫૪] 1999માં હાલના અગ્રણી 100 ભૌતિક વિજ્ઞાનીઓ પર ઓપનિયન પોલ લેવામાં આવ્યો હતો, જેમાં ન્યૂટનને આઇન્સ્ટાઇન પછી બીજું સ્થાન મળ્યું હતું જ્યારે ફિઝિક્સવેબ નામની સાઇટે તેની સમાતંર કરેલા સર્વેમાં ન્યૂટનને ટોચનું સ્થાન આપ્યું હતું.[૫૫]
સ્મારકો
ન્યૂટનનું સ્મારક (1731) વેસ્ટમિંસ્ટર એબ્બેમાં જોઈ શકાય છે. આ ગાયકમંડળ સ્ક્રીનની વિપરીત ગાયક મંડળના પ્રવેશસ્થાનની ઉત્તરમાં છે. તેને શિલ્પકાર માઇકલ રિઝ્બ્રેક (1694-1770)એ સફેદ અને સંગમરમરમાંથી બનાવ્યું છે, જેની ડીઝાઇન વાસ્તુકાર વિલિયમ કેન્ટ (1685-1748)એ બનાવી છે. આ સ્મારકમાંથી ન્યૂટનની આકૃતિ પત્થરની બનેલી કબર ઉપર ટકી છે. તેની જમણી કોણી તેમના મહાન પુસ્તકો પર રાખવામાં આવી છે અને તેમનો જમણો હાથ એક ગાણિતીક ડીઝાઇનયુક્ત એક યાદી તરફ ઇશારો કરી રહ્યો છે. તેની ઉપર એક પિરામીડ છે અને એક આકાશીય ગોળો રાશિચક્રના સંકેતો અને 1680ના ધૂમકેતનો રસ્તો દેખાડી રહ્યો છે. એક રાહત પેનલ દૂરદર્શી અને પ્રિઝમ જેવા ઉપકરણોનો ઉપયોગ કરતો પુટ્ટીનું વર્ણન કરી રહ્યો છે.[૫૬] આધાર પર આપવામાં આવેલા લેટિન શિલાલેખનો અનુવાદ છેઃ
અહીં નાઇટ આઇઝેક ન્યૂટનને દફનાવવામાં આવ્યા છે, જે માનસિક વિચારોની તાકાતથી લગભગ દિવ્ય હતા. તેમના પોતાના વિચિત્ર ગાણિતિક સિદ્ધાંત છે, તેમણે ગ્રહોની આકૃતિઓ અને પથનું વર્ણન કર્યું, ધૂમકેતુનો માર્ગ દેખાડ્યો, દરિયામાં આવતી ભરતીનું વર્ણન કર્યું, પ્રકાશના કિરણોમાં અસમાનતા દેખાડી અને તે બધું દેખાડ્યું જે કોઈ અન્ય વિદ્વાને પહેલા કલ્પના પણ કરી નહોતી, રંગોના ગુણોનું વર્ણન કર્યું. તે મહેનતી, મેઘાવી અને વિશ્વાસુ હતા. પુરાતનતા, પવિત્ર ગ્રંથો અને પ્રકૃતિમાં વિશ્વાર ધરાવતા હતા, તે પોતાના દર્શનમાં સારી બાબતો અને ઈશ્વરના પરાક્રમની પુષ્ટિ કરતાં હતાં, અને પોતાના વ્યવહારમાં સાદગી વ્યક્ત કરે છે. માનવજાતિમાં આવા મહાન અને પ્રતિભાશાળી પુરુષો થયા છે! તેમનો જન્મ 25 ડીસેમ્બર, 1642ના રોજ થયો હતો અને 20 માર્ચ, 1726 કે 1727માં તેમનું મૃત્યુ થયું. જી એલ સ્મિથ દ્વારા અનુવાદ, ધી મોંયુમેંટ્સ એન્ડ જેનિલ ઑફ સેન્ટ પૉલ્સ કેથેડ્રલ, એન્ડ ઓફ વેસ્ટમિંસ્ટર એબ્બે (1826), ii, 703–4.[84]
1978થી 1988 સુધી હેરી એસ્સલેસ્ટન દ્વારા ડીઝાઇન કરાયેલી ન્યૂટનની એક છબી બેન્ક ઓફ ઇંગ્લેન્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી D £1 શ્રેણીની બેન્ક નોટો પર પ્રદર્શિત કરવામાં આવી, (અંતિમ £1 નોટ જે ઇંગ્લેન્ડની બેન્ક દ્વારા જાહેર કરવામાં આવી). ન્યૂટનને નોટની પાછળની તરફ હાથમાં એક પુસ્તક પકડીને દર્શાવવામાં આવ્યાં છે, સાથે એક ટેલીસ્કોપ, એક પ્રિઝમ અને સૌર વ્યવસ્થાનો એક નકશો પણ છે.[૫૭]
એક સફરજન પર ઊભેલી આઇઝેક ન્યૂટનની એક મૂર્તિ ઑક્સફોર્ડ વિશ્વવિદ્યાલયના કુદરતી ઇતિહાસ સંગ્રહાલયમાં જોઈ શકાય છે.
ધાર્મિક દ્રષ્ટિબિંદુઓ
ઇતિહાસકાર સ્ટીફન ડી સ્નોબેલેનનું ન્યૂટન વિશે કહેવું છે કે "આઇઝેક ન્યૂટન એક વિધર્મી હતા. પણ તેમણે પોતાની અંગત માન્યતાને ક્યારેય જાહેર કરી નહોતી, જેના કારણે આ રુઢિચુસ્ત માણસને અત્યંત કટ્ટરવાદી સમજવામાં આવ્યો. તેમણે તેમના પોતાના વિશ્વાસને એટલી સારી રીતે ગુપ્ત રાખ્યો કે આજે પણ વિદ્વાનો તેમની અંગત માન્યતાઓ વિશે વિવિધ પ્રકારના તર્ક કરે છે.[૫૮] કોઈ પણ વિદ્વાન તેમની અંગત માન્યતાને જાણી શક્યો નથી." સ્નોબેલેને તારણ કાઢ્યું કે ન્યૂટન ઓછામાં ઓછા સોશિનિયન પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા હતા, (તેમની પાસે ઓછામાં ઓછી આઠ સોશિનિયન પુસ્તકો હતી અને તેમણે તેનો અભ્યાસ કર્યો હતો), કદાચ તેઓ એરિયન અને લગભગ એક ટ્રિનિટીવિરોધી હતા.[૫૮] આ ત્રણે સ્વરૂપ અત્યારે યુનિયટેરિયનવાદ પણ કહેવાય છે. ધાર્મિક અસહિષ્ણુતા માટે પ્રસિદ્ધ આ યુગમાં ન્યૂટનના કટ્ટરપંથી વિચારો વિશે કેટલીક સાર્વજનિક અભિવ્યક્તિઓ છે. તેમાં સૌથી ખાસ છે, પવિત્ર આદેશોનું પાલન કરવા માટેનો ઇનકાર અને તેમનું મૃત્યુ નજીક હતું ત્યારે તેમને પવિત્ર સંસ્કાર લેવાનો કરેલો ઇનકાર.[૫૮]
સ્નોબેલેન દ્વારા વિવાદિત એક દ્રષ્ટિકોણ[૫૮]માં ટી સી ફાઇઝનમેયરે તર્ક આપ્યો કે ન્યૂટન ટ્રિનિટીના પૂર્વ રૂઢિવાદી દ્રષ્ટિકોણ ધરાવતા હતા, રોમન કૈથોલિક, અંગ્રેજવાદ અને મોટા ભાગે પ્રોટેસ્ટંટનો પશ્ચિમી દ્રષ્ટિકોણ ધરાવતા નહોતા.[૫૯] તેમનો સૂરજ સોળે કળાએ ખીલ્યો હતો ત્યારે તેમના પર રોસીક્રુસિયન હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. (જેમ કે રૉયલ સોસાયટી અને ચાર્લ્સ દ્વિતીયની અદાલતમાં અનેક લોકો પર આ આરોપ મૂકવામાં આવ્યો હતો).[૬૦]
ગતિ અને ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ ન્યૂટનના સૌથી પ્રસિદ્ધ સંશોધન બની ગયા છતાં તેમને મહાન ઘડિયાળની જેમ બ્રહ્માંડનો એક પદાર્થ કે ઉપયોગ ચીજવસ્તુઓ તરીકે જોવા સામે ચેતવણી આપવામાં આવી હતી. તેમણે કહ્યું કે, "ગુરુત્વ બળ ગ્રહોની ગતિનું વર્ણન કરે છે, પણ કોણે ગ્રહોને આ ગતિમાં સ્થાપિત કર્યા તે કહી ન શકાય. ઈશ્વર તમામ ચીજવસ્તુઓનું નિયંત્રણ કરે છે અને તે જાણે છે શું છે અને શું થઈ શકે છે."[૬૧]
તેમની વૈજ્ઞાનિક તરીકેની પ્રસિદ્ધ ઉલ્લેખનીય છે, સાથેસાથે તેમનો શરૂઆતમાં ચર્ચ પાદરીઓ અને બાઇબલનો અભ્યાસ પણ નોંધપાત્ર છે. ન્યૂટને શાબ્દિક ટીકા પર લખ્યું. તેમાં સૌથી વિશેષ છે એન હિસ્ટોરિકલ એકાઉન્ટ ઓફ ટૂ નોટેબલ કરપ્શન ઓફ સ્ક્રિપ્ચર. તેમણે ઇશુ મસીહના વધસ્તંભની તારીખ પણ 3 એપ્રિલ, 33ના રોજ પ્રતિસ્થાપિત કરી, જે પરંપરાગત સ્વરૂપે સ્વીકૃત તારીખ સાથે સહમત છે.[૬૨] તેમણે બાઇબલની અંદર છુપાયેલા રહસ્યમય સંદેશા શોધવાનો નિષ્ફળ પ્રયાસ પણ કર્યો.
તેમણે તેમના જીવનકાળમાં ન્યૂટનને કુદરતી વિજ્ઞાનની સરખામણીમાં ધર્મ વિશે વધારે લખ્યું. તે તર્કયુક્ત વિશ્વવ્યાપી દુનિયામાં વિશ્વાસ કરતાં હતા, પણ તેમણે લીબનીઝ અને બરુચ સ્પિનોઝાના હાઇલોજોઇઝમનો અસ્વીકાર કર્યો. આ રીતે આદેશિત અને ગતિશીલ સ્વરૂપે સૂચિત બ્રહ્માંડને સમજી શકાય છે અને તેને એક સક્રિય કારણ દ્વારા સમજવું જોઈએ. તેમના પત્ર વ્યવહારમાં ન્યૂટને દાવો કર્યો કે પ્રિન્સિપિયા માં લખતી વખતે "મેં એક નજર એવા સિદ્ધાંતો પર રાખી, જેથી ઈશ્વરમાં વિશ્વાસ રાખવાની સાથે મનુષ્ય પર વિચાર કરી શકાય".[૬૩] તેમણે દુનિયાની વ્યવસ્થામાં ડીઝાઇનનું પ્રમાણ જોયું: "ગ્રહીય વ્યવસ્થામાં આવી અભિન્ન એકરુપતાને પસંદગીની અનુમતી આપવી જોઈએ." પણ ન્યૂટને ભાર આપ્યો કે અસ્થાયીત્વની ધીમી વૃદ્ધિના કારણે દૈવી હસ્તક્ષેપ અંતે વ્યવસ્થાના સુધાર માટે જરૂરી હશે.[૬૪] આ માટે લીબનીઝે તેમની ટીકા કરતો લેખ લખ્યોઃ "સર્વશક્તિમાન ઈશ્વર સમયેસમયે પોતાની ઘડિયાળ સમાપ્ત કરવા માગે છે. નહીં તો આ સ્થાનાંતરિત કરવા માટે બંધ કરવામાં આવશે. એવું લાગે છે કે તેની પાસે તેની એક નિયમિત સતત ગતિ જાળવી રાખવા માટે જરૂરી દીર્ઘદ્રષ્ટિનો અભાવ છે."[૬૫] તેમના અનુયાયી સેમ્યુઅલ ક્લાર્કે એક પ્રસિદ્ધ પત્ર વ્યવહાર દ્વારા ન્યૂટનની સ્થિતિને બચાવવાનો પ્રયાસ કર્યો.
] ધાર્મિક વિચાર પર પ્રભાવ
ન્યૂટન અને રૉબર્ટ બોયલના યાંત્રિક દર્શનને બુદ્ધિજીવી કલમજીવીઓએ રુઢિચુસ્તો અને સુધારાવાદીઓ માટે એક વ્યવહારિક વિકલ્પ સ્વરૂપે પ્રોત્સાહન આપવામાં આવ્યું અને તેને લેટીટ્યુડીનેરિયન જેવા રુઢિચુસ્ત અને અસંતુષ્ટ પ્રચારકોએ ખચકાટ સાથે સ્વીકાર્યું.[૬૬] આ રીતે વિજ્ઞાનની સ્પષ્ટતા અને સરળતાને નાસ્તિકતાના જોખમ અને અંધવિશ્વાસી ઉત્સાહ બંનેની ભાવનાત્મક અને આધ્યાત્મિક પૂર્વધારણાનો સામનો કરવા માટે એક માર્ગ સ્વરૂપે જોવામાં આવ્યો. તે જ સમયે અંગ્રેજી આસ્તિકતા[૬૭]ની એક બીજી લહેરે ન્યૂટનના સંશોધનોનો ઉપયોગ એક "કુદરતી ધર્મ"ની શક્યતાને પ્રદર્શિત કરવા માટે કર્યો.
પૂર્વ પ્રબુદ્ધતા વિરૂદ્ધ કરવામાં આવેલા હુમલા "જાદુઈ વિચાર" અને ઇસાઈ ધર્મના રહસ્યમય તત્વને બ્રહ્માંડ વિશે બોયલની યાંત્રિક પરિકલ્પનાથી આધાર મળ્યો. ન્યૂટને ગાણિતિક સાબિતી મારફતે બોયલના વિચારોને પૂર્ણતા આપી અને તેમને તેને લોકપ્રિય બનાવવામાં કદાચ વધારે સફળતા મળી.[૬૮] ન્યૂટનને એક હસ્તક્ષેપ ભગવાન દ્વારા નિયંત્રિત દુનિયાને એક એવી દુનિયામાં પરિવર્તિત કરી જે તર્કસંગત અને સાર્વભૌમિક સિદ્ધાંતો સાથે ભગવાન દ્વારા કળાત્મક સ્વરૂપે બનાવવામાં આવી છે.[૬૯] આ સિદ્ધાંત તમામ લોકો માટે સંશોધન હેતુ ઉપલબ્ધ છે. આ લોકોને આ જ જીવનમાં પોતાના ઉદેશોને ફળદાયી સ્વરૂપે પૂર્ણ કરવાની મંજૂરી આપે છે, આગામી જીવનની રાહ નથી જોતા અને તેમને તેમની પોતાની તર્કસંગત શક્તિઓથી પૂર્ણ બનાવે છે.[૭૦]
ન્યૂટને ઈશ્વરને મુખ્ય સર્જક માન્યો, જેના અસ્તિત્વને બધા સર્જનોની ભવ્યતાના ચહેરામાં નકારી ન શકાય.[૭૧][૭૨][૭૩] તેમના પ્રવક્તા ક્લાર્કે લીબનીઝના ધર્મ વિજ્ઞાનને નકારી કાઢ્યો, જેણે ઈશ્વરને l'origine du mal ની જવાબદારીમાંથી મુક્ત કરી દીધો, તે માટે ઈશ્વરને તેના સર્જનના પ્રદાનમાંથી હટાવી દીધો. ક્લાર્કે કહ્યું હતું કે આવો ઈશ્વર માત્ર નામનો રાજા હશે, પણ નાસ્તિકતાથી એક કદમ દૂર હશે. પણ આગામી સદીમાં ન્યૂટનની વ્યવસ્થાના સફળતાના પરિણામો પ્રત્યે આંખ આડા કાન ધર્મ વિજ્ઞાની દ્વારા કરવામાં આવશે અને તેના પગલે લીબનીઝ દ્વારા દેખાડવામાં આવેલી આસ્તિકતાની સ્થિતિને મજબૂત બનાવશે. દુનિયા વિશેની સમજણ હવે સામાન્ય મનુષ્યના સ્તર સુધી આવી ગઈ છે અને મનુષ્ય, જેમ ઓડો મર્કવાર્ડને તર્ક આપ્યો છે, તેમ ખરાબ બાબતોમાં સુધારા માટે અને તેના નાશ માટે જવાબદાર બની ગયો. બીજી તરફ લેટીટ્યુડીનેરિયન અને ન્યૂટોનિયનના વિચારોના પરિણામ બહુ લાંબા સમયગાળા માટે અસરકર્તા હતા, એક ધાર્મિક જૂથ યાંત્રિક બ્રહ્માંડની પૂર્વધારણાને સમર્પતિ થઈ ગયું, પણ તેમાં એટલો જ ઉત્સાહ અને રહસ્ય હતું કે પ્રબુદ્ધતાને નષ્ટ કરવા માટે આકરો સંઘર્ષ કરવામાં આવ્યો.[120]
] દુનિયાના અંત વિશેના વિચારો
તેમણે 1704માં એક પાંડુલિપી લખી હતી, જેમાં તેમણે બાઇબલમાંથી વૈજ્ઞાનિક બાબતો અલગ તારવવાના પ્રયાસનું વર્ણન કર્યું છે. તેમનું અનુમાન હતું કે દુનિયાનો અંત 2060 પહેલા નહીં આવે. આ આગામીમા તેમણે કહ્યું છે કે "તેમાં હું એવુ નથી કહેતો કે અંતિમ સમય કયો હશે, પણ હું તેનાથી વ્યક્તિઓને કલ્પનાઓના ઘોડાપૂર દોડાવવાનું બંધ કરવાનું કહેવા માગુ છું, જે વારંવાર દુનિયાના અંત વિશે વિવિધ પ્રકારની ભવિષ્યવાણીઓ કરતાં રહે છે અને તે નિષ્ફળ પુરવાર થયા પછી પવિત્ર જ્યોતિષશાસ્ત્ર અને ભવિષ્યાણી બદનામ થાય છે."
આત્મજ્ઞાની દાર્શનિક
આત્મજ્ઞાની દાર્શનિકોએ અગાઉના વિજ્ઞાનીઓના એક નાના ઇતિહાસને પસંદ કર્યો-ગેલિલિયો, બોયલ અને મુખ્યત્વે ન્યૂટન. તે પસંદગીના દિવસના દરેક ભૌતિક અને સામાજિક ક્ષેત્ર માટે કુદરત અને કુદરતી કાયદાની એકલ માન્યતાના પ્રયોગના માર્ગદર્શક અને બાયંધરી આપનાર તરીકે કરવામાં આવ્યું. આ સંબંધે તેના પર બનેલી સામાજિક સંરચનાઓ અને ઇતિહાસના પ્રકરણ ત્યાગી શકાય તેમ હતા.[124]
કુદરતી અને આત્મજ્ઞાની સ્વરૂપે સમજવા યોગ્ય નિયમો પર આધારિત બ્રહ્માંડ વિશે આ ન્યૂટનનો જ વિચાર હતો જેણે આત્મજ્ઞાનની વિચારધારા માટે એક બીજનું કામ કર્યું. [125] લોક અને વૉલ્ટરે આંતરિક અધિકારોની વકીલાત કરતાં કુદરતી નિયમોની વિભાવનાને રાજકીય વ્યવસ્થા પર લાગૂ કરી. ફિઝિયોક્રેટ અને એડમ સ્મિથએ આત્મરુચિ અને મનોવિજ્ઞાનની કુદરતી ધારણાને આર્થિક વ્યવસ્થા પર લાગૂ કરી તથા સમાજશાસ્ત્રીઓએ પ્રગતિના કુદરતીના નમૂનાઓમાં ઇતિહાસનો ફિટ કરવાના પ્રયાસ માટે તત્કાલીન સામાજિક વ્યવસ્થાની ટીકા કરી. મોનબોડો અને સેમ્યુઅલ ક્લાર્કએ ન્યૂટનના કાર્યને તત્વોનો વિરોધ કર્યો, પણ છેવટે કુદરત વિશે તેમના પ્રબળ ધાર્મિક વિચારોને સુનિશ્ચિત કરવા તેને તર્કસંગત બનાવ્યા.
બનાવટી સિક્કાનો કેસ
શાહી ટંકશાળના પ્રમુખ સ્વરૂપે ન્યૂટને અનુમાન લગાવ્યું કે ધ ગ્રેટ રીકોઇનેજ (બીજી વખત ઢાળવવામાં આવેલા સિક્કા)માં 20 ટકા નકલી હતા. તે એક બહુ મોટો રાજદ્રોહ હતો, જેના માટે ફાંસીની સજા મુકરર કરવામાં આવી હતી. સૌથી મોટા અપરાધીઓને પકડવા બહુ મુશ્કેલ હોવા છતાં ન્યૂટન આ કામ માટે સૌથી યોગ્ય સાબિત થયા.[૭૪] વેશપલટો કરીને મદિરાલય અને જેલમાં જઈને તેમણે પોતે અનેક પુરાવા એકત્ર કર્યા.[127] સરકારની શાખાઓને અલગ કરવા અને ફરિયાદી પક્ષ માટે સ્થાપિત તમામ અવરોધો હેતુ અંગ્રેજી કાયદામાં હજુ પણ સત્તાના પ્રાચીન અને અભેદ રિવાજ હતા. ન્યૂટન પોતે તમામ સ્થાનિક કાઉન્ટીના શાંતિના ન્યાયાધીશ બન્યા અને જૂન, 1698 અને નાતાલ, 1699 વચ્ચે તેમણે 100થી વધારે સાક્ષીઓ, બાતમીદારો અને શંકાસ્પદોની ઊલટતપાસ કરી. તેમણે સફળતાપૂર્વક 28 સિક્કા પાડનારાઓ સામે કાયદેસરના પગલાં લીધા.[128]
રાજાના વકીલ સ્વરૂપે ન્યૂટનનો એક કેસ વિલિયમ કેલોનેર સામે હતો.[129] કેલોનેરની યોજના કેથોલિક્સના બનાવટી ષડયંત્રને નિશ્ચિત કરવાની અને પછી કમનસીબ ષડયંત્રકારીમાં બદલવાની હતી, જેને તે બંધક બનાવી લેતો હતો. કેલોનેરે પોતે સમાજમાં વગદાર સજ્જન બનવા જરૂરી સમૃદ્ધિ મેળવી લીધી હતી. સંસદમાં અરજી રજૂ કરતાં કેલોનેરે ટંકશાળમાં નક્લી સિક્કા બનાવવા જરૂરી સાધનસામગ્રી પૂરી પાડવાનો આરોપ લગાવ્યો (આવો આરોપ અન્ય લોકોએ પણ મૂક્યો હતો). તેણે પ્રસ્તાવ રજૂ કર્યો કે તેને ટંકશાળની પ્રક્રિયાનું નિરીક્ષણ કરવાની મંજૂરી આપવામાં આવે જેથી તે તેમાં સુધારો કરવા માટે ઉપયોગી સૂચનો કરી શકે. તેણે સંસદમાં અરજી આપી કે સિક્કાને ઢાળવા માટે તેની યોજનાનો સ્વીકાર કરવામાં આવે જેથી બનાવટી સિક્કા બની ન શકે, પરંતુ તે જ સમયે બનાવટી સિક્કા સામે આવ્યાં.[૭૫] ન્યૂટને કેલોનેરની ચાલની તપાસ કરી અને સપ્ટેમ્બર, 1697માં તેને ન્યૂ ગેટ જેલના સળિયા પાછળ ધકેલી દીધો. પણ ઉચ્ચ સ્થાને કેલોનેરના મિત્રો હતા, જેમણે તેને છોડાવવામાં મદદ કરી.[131] ન્યૂટને બીજી વખત નિર્ણાયક પુરાવા સાથે તેના પર કેસ ચલાવ્યો. કેલોનેરને ગંભીર રાજદ્રોહનો દોષિત ગણવામાં આવ્યો અને તેને 23 માર્ચ, 1699ના રોજ ટાયબર્ન ગેલોઝમાં ફાંસીની સજા આપી દફનાવી દેવાયો.[132]
[ફેરફાર કરો] ગતિના નિયમો
ગતિના ત્રણ નિયમો આ પ્રમાણે છેઃ ન્યૂટનના પહેલા નિયમ (જેને જડત્વનો નિયમ પણ કહેવાય છે) મુજબ, સ્થિર સ્થિતિમાં રહેલી વસ્તુ સ્થિર બની રહેશે અને સમાન ગતિ અવસ્થામાં રહેલી ચીજવસ્તુ પર કોઈ બાહ્મ બળ લાગૂ નહીં પડે ત્યાં સુધી તે સમાન દિશામાં સમાન વેગ સાથે ગતિ કરતી રહેશે.
ન્યૂટનના બીજા નિયમ પ્રમાણે, એક વસ્તુ પર લગાવવામાં આવેલું બળ
સમય સાથે તેના વેગ
માં ફેરફારના દર બરોબર હોય છે. ગાણિતિક સ્વરૂપે તેને નીચે પ્રમાણે વ્યક્ત કરી શકાય છે.
સમય સાથે તેના વેગ
માં ફેરફારના દર બરોબર હોય છે. ગાણિતિક સ્વરૂપે તેને નીચે પ્રમાણે વ્યક્ત કરી શકાય છે.બીજો નિયમ એક સ્થિર જથ્થો ધરાવતી ચીજવસ્તુઓ પર લાગૂ થાય છે, (dm /dt = 0), એટલે બીજા પદનો લોપ થાય છે અને પ્રવેગની વ્યાખ્યાનો ઉપયોગ કરતી પ્રતિસ્થાપન દ્વારા સમીકરણના સંકેતો સ્વરૂપે નીચે પ્રમાણે લખી શકાય છેઃ
પહેલો અને બીજો નિયમ એરિસ્ટોટલના ભૌતિક વિજ્ઞાનને તોડવાનું પ્રતિનિધિત્વ કરે છે, જેમાં ગતિને જાળવી રાખવા માટે એક બળ જરૂરી છે તેવી માન્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ નિયમો જણાવે છે કે ચીજવસ્તુઓની ગતિ પરિવર્તન માટે જ બળની જરૂર છે. ન્યૂટનના સમ્માનમાં બળના SI એકમનું નામ ન્યૂટન રાખવામાં આવ્યું છે.
ન્યૂટનના ત્રીજા નિયમ અનુસાર, દરેક ક્રિયાની સમાન અને વિપરીત પ્રતિક્રિયા હોય છે. તેનો અર્થ એ થયો કે જ્યારે એક કોઈ વસ્તુ બીજી વસ્તુ પર બળ લગાવે છે ત્યારે બીજી વસ્તુ વિપરીત દિશામાં પહેલી વસ્તુ પર તેટલું જ બળ લગાવે છે. તેનું એક સામાન્ય ઉદાહરણ છે. બે આઇસ સ્કેટર એકબીજા પર વિરૂદ્ધ દિશામાં બળ લગાવે છે ત્યારે એકબીજાથી વિપરીત દિશામાં સરકે છે. અન્ય એક ઉદાહરણ છે પાછળની તરફ બંદૂકનો ધક્કો અનુભવવો. બંદૂકમાંથી ગોળી છોડવામાં તેના પર જેટલું બળ લગાવવામાં આવે છે ત્યારે એક સમાન અને વિપરીત બળ બંદૂક પર લાગે છે જેને ગોળી ચલાવનાર અનુભવે છે. પ્રશ્નમાં જે ચીજવસ્તુઓ હોય છે તે સમાન વજન ધરાવતી હોય તેવું જરૂરી નથી. એટલે બંને વસ્તુઓનો પરિણામી પ્રવેગ અલગ હોઈ શકે છે (જેમ કે બંદૂકમાંથી ગોળી છોડવાના કિસ્સામાં).
એરિસ્ટોટલથી વિપરીત ન્યૂટનનું ભૌતિકશાસ્ત્ર સાર્વત્રિક થઈ ગયું છે. ઉદાહરણ માટે બીજો નિયમ ગ્રહો અને એક પડતા પથ્થર પર પણ લાગૂ થાય છે.
ગતિના બીજા નિયમની દિશા, કુદરતી બળની દિશા અને વસ્તુઓના વેગમાં પરિવર્તનના પ્રકાર વચ્ચે એક ભૌમિતિક સંબંધ સ્થાપિત કરે છે. ન્યૂટન અગાઉ સામાન્ય રીતે એવું માનવામાં આવતું હતું કે સૂર્યની ચારે બાજુ પરિભ્રમણ કરતાં એક ગ્રહ માટે અગ્રગામી બળની જરૂર હોય છે, જેના કારણે તે ગતિ કરતો રહે છે. ન્યૂટને દર્શાવ્યું કે તેના બદલે સૂર્યની અંદર એક આકર્ષણબળ જરૂરી હોય છે (કેન્દ્રગામી આકર્ષણ બળ). આ વિચારનો સાર્વત્રિક સ્વરૂપે સ્વીકાર પ્રિન્સિપિયા ના પ્રકાશનના ઘણા દાયકા સુધી ન થયો અને અનેક વિજ્ઞાનીઓએ ડેસકાર્ટેસના વોર્ટિકેસના સિદ્ધાંતને પ્રાથમિકતા આપી.
સફરજન
ન્યૂટન ઘણી વખત પોતે એક વાત કહેતા હતા કે એક વૃક્ષ પરથી પડતાં સફરજનને જોઈને તેમને ગુરુત્વાકર્ષણના સિદ્ધાંતના સંશોધનની પ્રેરણા મળી. પાછળથી વ્યંગ્ય કરવા એવા કાર્ટૂન બનાવવામાં આવ્યા જેમાં સફજનને ન્યૂટનના માથે પડતું દેખાડવામાં આવ્યું અને તેમાંથી ન્યૂટનને ગુરુત્વાકર્ષણ બળનો પરિચય થયો તેવું સૂચવવામાં આવ્યું. તેમની પુસ્તિકાઓમાંથી જાણકારી મળી કે 1660ના અંતે ન્યૂટનનો વિચાર એવો હતો કે સ્થળીય ગુરુત્વનો વિસ્તાર થાય છે. તે ચંદ્રમાના વર્ગ વ્યસ્તક્રમમાં હોય છે. જોકે પૂર્ણ સિદ્ધાંતને વિકસીત કરવામાં તેમને બે દાયકા જેટલો સમય લાગ્યો.[138] રૉયલ ટંકશાળમાં ન્યૂટનના સહયોગી અને ન્યૂટનની ભત્રીજીના પતિ જૉન કનદયુઇતએ ન્યૂટનનના જીવન વિશે લખ્યું ત્યારે આ ઘટનાનું વર્ણન કર્યુ હતું. તેમણે લખ્યું છે કેઃ
તેઓ 1666માં કેમ્બ્રિજમાંથી ફરી નિવૃત્ત થઈ ગયા અને પોતાની માતા પાસે લિંકનશાયર ચાલ્યાં ગયા. જ્યારે તેઓ એક બગીચામાં ફરી રહ્યાં હતાં ત્યારે તેમને એક વિચાર આવ્યો કે ગુરુત્વાકર્ષણની શક્તિ જમીન પરથી એક નિશ્ચિત અંતર સુધી મર્યાદિત નથી, (આ વિચાર તેમના મગજમાં એક વૃક્ષ પરથી સફરજનને પડતાં જોઈને આવ્યો હતો) પણ આ શક્તિ તેનાથી ઘણી વધારે હોઈ શકે છે જેટલી કે પહેલાં સામાન્ય રીતે વિચારી શકાતું હતું. તેમણે પોતાની જાતને કહ્યું કે શું આ પ્રકારની શક્તિનું એટલે ઉપર પણ હશે જેટલે ઉપર ચંદ્ર છે અને જો ખરેખર એવું હોય તો તે તેની ગતિને પણ અસર કરશે અને કદાચ તેને તેની કક્ષામાં બનાવી રાખશે. તે જેની ગણતરી કરી રહ્યા હતાં તે તર્કની શું અસર થઈ.[140]
પ્રશ્ન ગુરુત્વાકર્ષણના અસ્તિત્વનો નહોતો, પણ સવાલ એ હતો કે શું આ શક્તિ એટલી વિસ્તૃત છે કે તે ચંદ્રને પોતાની કક્ષામાં જકડી રાખવા માટે જવાબદાર છે? ન્યૂટને દર્શાવ્યું કે જો બળ અંતરના વર્ગના વ્યસ્ત ક્રમ ઘટતું હોય તો ચંદ્રના ભ્રમણના સમયગાળાની ગણતરી કરી શકાય છે અને સારું પરિણામ પ્રાપ્ત થઈ શકે છે. તેમણે અનુમાન લગાવ્યું કે આ જ બળ અન્ય કક્ષાની ગતિ માટે જવાબદાર છે અને એટલે તેને સાર્વત્રિક ગુરુત્વાકર્ષણ બળનું નામ આપ્યું.
એક સમકાલીન લેખક વિલિયમ સ્ટુકીલે, સર આઇઝેક ન્યૂટનના જીવન સ્મરણો નોંધ્યા છે. તેઓ 15 એપ્રિલ, 1726ના રોજ કેનસિંગટનમાં ન્યૂટનની સાથે થયેલી વાતચીતને યાદ કરે છે. તે સમયે ન્યૂટને કહ્યું હતું કે:
તેમના મગજમાં ગુરુત્વાકર્ષણ બળનો વિચાર પહેલી વખત ક્યારે આવ્યો. જ્યારે તેઓ ધ્યાન અવસ્થામાં હતા તે સમયે એક સફરજન પડતાં આવું થયું. શા માટે આ સફરજન હંમેશા જમીનની સાપેક્ષ લંબવત જ કેમ પડે છે? તે બાજુમાં કેમ પડતું નથી કે ઉપર આકાશ તરફ કેમ જતું નથી? તે હંમેશા પૃથ્વીના કેન્દ્ર તરફ જ કેમ પડે છે? ચોક્કસ તેનું કારણ પૃથ્વીનું આકર્ષણ છે. ચોક્કસ પૃથ્વી અને તેના પરના દ્રવ્યોમાં આકર્ષણશક્તિ છે. અને પૃથ્વીના દ્રવ્યોની કુલ આકર્ષણ શક્તિ જ પૃથ્વીના કેન્દ્રમાં છે, નહીં કે તેની એક યા બીજી તરફ. આ કારણે શું સફરજનનું પતન કેન્દ્રમાં થાય છે? જો દ્રવ્ય બીજા દ્રવ્યને આકર્ષતુ હોય તો તેનું માપ તેની સપ્રમાણ હોવું જોઈએ. આ કારણે સફરજન પૃથ્વી તરફ ખેંચાય છે અને તે જ રીતે પૃથ્વી સફરજનને પોતાની તરફ ખેંચે છે."[142]
આ જ પ્રકારના શબ્દોમાં વોલ્ટેરે તેમના એસ્સે ઓન એપિક પોએટ્રી (મહાકાવ્ય કવિતા પર નિબંધ (1727))માં લખ્યું, "સર આઇઝેક ન્યૂટન પોતાના બગીચામાં ફરી રહ્યાં હતાં ત્યારે તેમણે વૃક્ષ પરથી સફરજન પડતાં જોયું. તેમણે ગુરુત્વાકર્ષણ બળની વ્યવસ્થા વિશે પહેલી વખત વિચાર્યું."
વિવિધ વૃક્ષો ન્યૂટનનું સફરજનનું વૃક્ષ હોવાનું દાવો કરવામાં આવે છે. ધ કિંગ્સ સ્કૂલ, ગ્રાન્થામ દાવો કરે છે કે આ વૃક્ષ શાળાએ ખરીદી લીધું હતું. થોડા વર્ષ પછી તેને મૂળિયા સહિત લાવીને આચાર્યના બગીચામાં લગાવી દેવામાં આવ્યું. વુલસ્થ્રોપ મેનરનું માલિક નેશનલ ટ્રસ્ટ છે અને તેના વર્તમાન કર્મચારીઓએ તેના પર વિવાદ ઊભો કર્યો છે. તેઓ દાવો કરે છે કે ન્યૂટનનું સફરજનનું વૃક્ષ તેમના બગીચામાં છે. મૂળ વૃક્ષનું વંશજ ટ્રિનિટી કોલેજ, કેમ્બ્રિજના મુખ્ય દરવાજાની બહાર ઊગેલું જોઈ શકાય છે. આ વૃક્ષ એ ઓરડા નીચે છે જેમાં ન્યૂટન અભ્યાસ કરતી વખતે રહેતાં હતા. બ્રોગ્ડેલ[144]માં રાષ્ટ્રીય ફળોના સંગ્રહ તે વૃક્ષોના ગ્રાફ્ટનો પુરવઠો પૂરો પાડે છે, જે ફ્લાવર ઓફ કેન્ટ સમાન દેખાય છે, જે એક મોટા મોટા માંસની પકવવાની પદ્ધતિ છે.[146]



No comments:
Post a Comment