vipul

Saturday, 12 November 2011

ઘઉં ઔષધિ તરીકે પણ ઘણા ગુણકારી છે.

 

સામાન્ય રીતે લોકો ઘઉંને શક્તિવર્ધક પદાર્થ એટલે કે કાર્બોહાઈડ્રેડથી ભરપૂર માને છે. ઘણાં ઓછા લોકો જાણે છે કે ઘઉં ઔષધિ તરીકે પણ ઘણા ગુણકારી 


ઉધરસ-
20 ગ્રામ ઘઉંના દાણામાં મીઠું ભેળવી 250 ગ્રામ પાણીમાં ઉકાળો જ્યા સુધી પાણીનું પ્રમાણ 1/3 ન રહે. બાદમાં આ ગરમ ગરમ પાણી પી લો. સતત એક અઠવાડિયા સુધી આ પ્રયોગ કરવાથી આપની વર્ષો જુની ઉધરસ દુર થાય છે.

એસીડીટી-
80 ગ્રામ ઘઉંને રાત્રે પાણીમાં પલાળી દો સવારે તેને સારી રીતે પીસી લો. તેમાં થોડી ખાંડ મેળવી લો. ઘઉંના આ રસને પાણીમાં મેળવીને પીવાથી એસીડીટીની સમસ્યા દુર થાય છે એટલું જ નહીં કિડનીના રોગમાં પણ રાહત મળે છે.

હાડકા મજબુત બનાવે છે-
એક મુઠ્ઠી ઘઉંને તવા પર શેકી લો. અને બાદમાં તેનો ક્રશ કરી લો. આ અઘકચરા લોટની અંદર મધ મેળવીને ચાટવાથી હાડકા મજબુત બને છે.

યાદશક્તિ વધારે છે ઘઉં-
ઘઉંના લોટમાંથી બનતી રાબમાં બદામ મેળવીને પીવાથી યાદશક્તિ વધે છે. 
 
 

ઓફિસમાં ઊંઘ આવે છે? લ્યો અપનાવી જુઓ આ ટિપ્સ


 



બગાસા આવવા, થાક અનુભવવો કે પછી કામ કરવાનુ મન જ નથી થતુ? આવુ આપણી સાથે પણ થતુ હોય છે ઘણા દિવસો એવા પણ હોય છે.


જ્યારે આગળની રાત્રે 8 કલાકની પૂરી ઊંઘ લીધી હોવા છતા પણ તમને ઊંઘ આવતી હોય છે. પણ જો આવુ વારેઘડીએ થતુ હોય તો તમને અનિદ્રાની પરેશાની હોઈ શકે છે. તમે કેટલા કલાક ઊંઘો છો તે મહત્વનુ નથી પણ તમે કેવી ઊંઘ લો છો તે અનિંદ્રાનુ કારણ બની શકે છે.


*નીચે અમુક ટિપ્સની મદદથી આપ આપની આ સમસ્યા દુર કરી શકશો.


-સૌ પહેલાં તો એ વાત જાણી લો કે આપ જો દિવસની 30 મીનિટ એક્સરસાઈઝ પાછળ ફાળવશો તો આપનો દિવસ સ્ફુર્તીમય રહેશે આ સમયમાં તમે યોગા, હળવી એક્સરસાઈઝ, વોક, જોગિંગ કે પછી સાયકલિંગ કરીને તમારા બોડીને ચાર્જ કરી શકો છો.


- 4 જાયફળને વાટીને તેનો ઝીણો પાવડર બનાવો. દરરોજ એક ટી સ્પૂન આ પાવડર સૂતા પહેલા ખાઈને સૂઓ.


- એક ટી સ્પૂન કોથમીરનો રસ અને મધ ભેળવો. આ મિશ્રણને રોજે પીઓ.


- દૂધમાં મધ મિક્સ કરીને દરરોજ પીઓ. આનાથી અનિદ્રા દૂર થાય છે.


- દરરોજ 3 કપ દહીં ખાવાથી જેને રોજ ઊંઘ ન આવતી હોય તો તેના માટે ફાયદાકારક છે.


- ઊંઘની પરેશાનીને દૂર કરવા રોજ કાચી ડુંગળી પણ ખાઈ શકાય છે.


- તલનુ તેલ અને દૂધીના રસને બરાબર મિક્સ કરો. આ મિશ્રણને એકાંતરે માથામાં લગાડો. આપને રાત્રે સારી ઊંઘ આવશે તેથી દિવસ દરમિયાન મુશ્કેલી નહીં થાય


- દૂધીના પાનને શેકીને ખાવામાં શાકભાજી તરીકે લઈ શકાય, આ પણ અનિંદ્રાને ભગાડવાનો સારો ઉપાય છે.


- શારીરિક કસરત કરો અથવા શારીરિક શ્રમ પડે તેવી પ્રવૃતિ કરો, ચાલવુ, જોગિંગ કરવી, દોરડા કૂદવા અને તરવુ એ સારી શારીરિક પ્રવૃતિઓ છે. 
 

દુનિયાના જુદાજુદા સ્થળે આવેલા ધોધ કદાચ તમે મોટી સંખ્યામાં જોયા હશે. પરંતુ શું તમે ક્યારેય કલ્પના પણ કરી છે કે પરફેક્ટ ધોધ કેવા હોઈ શકે? સુંદર લીલાછમ જંગલો, વાદળી રંગના દેખાતા ખારા પાણીના સરોવર અને ખરા અર્થમાં સ્વર્ગ કહી શકાય તેવો કોઈ ટાપુ કેવો હોવો જોઈએ?

જો તમે આ જ પ્રકારની કોઈક આદર્શ જગ્યાની શોધમાં હો તો આપને યુરોપિયન દેશ ક્રોઆશિયાના લાઈકા પ્રાંતમાં આવેલા પ્લિટ્વાઈસ લેક્સ નેશનલ પાર્કની મુલાકાત ચોક્કસ લેવી જોઈએ. કારણકે આ જગ્યાની ગણના દુનિયાના સૌથી શ્રેષ્ઠ સ્થળોમાં થાય છે.

આ પાર્કમાં 16 જેટલા ખારા પાણીના સરોવરો આવેલા છે જે એકદમ વાદળી રંગના દેખાય છે. લાઈમસ્ટોન તેમજ પરવાળાના આ સરોવરોનો નજારો એકદમ અનોખો તેમજ નજર ન હટે તેવો છે.

આ નેશનલ પાર્ક પ્લિજેસેવિકા, માલા કાપેલા અને મેદવેદાક જેવા આલ્પ્સ પર્વતમાળાના નામચીન શિખરોથી ઘેરાયેલું છે. વળી, આ નેચરલ પાર્ક સાઉથઈસ્ટ યુરોપનો સૌથી પુરાણો પાર્ક હોવાનું બહુમાન પણ ધરાવે છે.

સેંકડો વર્ષોથી વહેતા પાણીને કારણે અહીં લાઈમસ્ટોનમાં સુંદર આકારો સર્જાયા છે અને કેટલીક જગ્યાએ કુદરતી ડેમ, સુંદર ગુફાઓ, નદી તેમજ ધોધનું સર્જન થયું છે.
 

 

 

 

 

 

 
 
 
 

આ તળાવે કોઈ પણ આવનારાને જીવતા નથી છોડ્યા

સાઉથ આફ્રિકાના ફાંડુજી તળાવનું રાસાયણીક વિશ્લેષણ આજસુધી નથી થઈ શક્યુ

- મુટાલે નામની એક નદીમાંથી આ તળાવમાં આવે છે પાણી

- તળાવનું પાણી પીનારો આજસુધી જીવતો નથી બચ્યો



દક્ષિણ આફ્રિકાના ટ્રાન્સવાલ પ્રાંતના ફાડુંજી તળાવને વૈજ્ઞાનિકોએ સમજવા જેટલો પણ પ્રયાસ કર્યો તેટલા તેઓ વધુ ગુંચવાતા ગયા હતા. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આ તળાવનું પાણી પીધા પછી કોઈ જીવતુ નથી રહી શક્યુ અને આજ સુધી કોઈપણ વૈજ્ઞાનિક આ પાણીનું રાસાયણિક વિશ્લેષણ કરી નથી શક્યો.

મુટાલે નામની એક નદીમાંથી આ તળાવમાં પાણી આવે છે, તેના ઉદ્દગમ સ્થાનનો પત્તો મેળવવા પણ અનેક કોશીશ થઈ ચુકી છે પરંતુ અત્યારસુધી તેની કોઈ માહિતી નથી મળી શકી. ચોંકાવનારી વાત એ છે કે આ તળાવનું પાણી અજીબો-ગરીબ રીતે ભરતી-ઓટની જેમ ઉંચકાય તેમજ પડે પણ છે.

1947માં હેડરિક નામના એક ખેડૂતે આ તળાવમાં નાવ ચલાવવાનો પ્રયાસ કર્યો હતો. નાવ સહિત જેવો તે તળાવમાં પહોંચ્યો કે તે રહસ્યમયી રીતે ગાયબ થઈ ગયો હતો. હેડરિક અને તેની નાવનો આજ દિન સુધી કોઈ પત્તો નથી મળ્યો. 1953માં બર્ન સાઈડ નામના એક પ્રોફેસે આ તળાવના રહસ્ય પરથી પડદો ઉઠાવવાની કોશીશ કરી હતી. પ્રોફેસર પોતાના સહયોગી સાથે કેટલીક શીશીઓ લઈને તળાવ તરફ ચાલી નીકળ્યા હતા.


કેટલીય સમસ્યા પાર કરીને તેઓ તળાવ પાસે પહોંચ્યા હતા અને પછી તેમણે શીશીઓમાં પાણી ભરી તેને ચાખ્યું હતું. જ્યારે તેઓ ઘરે પાછા ફર્યા ત્યારે નવમા દિવસે તેમનું મોત થયુ હતુ. પોસ્ટમાર્ટમ રિપોર્ટ અનુસાર તેમને આંતરડામાં સોજો આવી જવાથી તેમનુ મોત થયુ હતુ. પ્રોફેસર દ્વારા એકત્રિત નમૂના એટલા ખરાબ થઈ ચુક્યા હતા કે તેમનું પરિક્ષણ કરવું અશક્ય થઈ પડ્યું હતું.

બર્નસાઈટ સાથે તેમનો જે સહયોગી પાંડુજી તળાવનું રહસ્ય જાણવા ગયો હતો તે એક સપ્તાહ પછી પિકનિક મનાવતી વખતે નાવમાં બેસીને સમુદ્રના કિનારાથી દુર ચાલ્યો ગયો હતો. બે દિવસ પછી સમુદ્ર તટ પર તેની લાશ મળી હતી. આજ સુધી કોઈ નથી જાણી શક્યુ કે તેનું મોત એક અકસ્માત હતુ કે પછી તેની પાછળ પણ ફાંડુજીનું કોઈ રહસ્ય છુપાયુ હતુ.
 

દિવસે સ્વપના જોશો તો દુખી થશો

 

મનોવિજ્ઞાનીઓના મત અનુસાર દિવાસ્વપ્ન જોવાથી, ભૂતકાળનુ ચિંતન કરવાથી અને ભવિષ્ય વિશે વિચારતા રહેવાથી તમારા જાગૃત સમયનો અડધો સમય કંજૂસીથી ભરાઈ જાય છે.

હાવર્ડ યુનિવર્સિટીના મનોવૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યુ છે કે જ્યારે આપણે વર્તમાનમાં જીવીએ છીએ ત્યારે આપણે સૌથી વધુ ખુશ હોઈએ છીએ અને દુનિયામાં આપણા સ્થાન પર ચિંતા નથી કરતા હોતા.

તેઓનો દાવો છે કે આપણુ દિમાગ 46.9 ટકા જેટલા સમય માટે ભટકતુ જ રહે છે અને આ જ સમયે આપણે સૌથી વધુ દુખી થતા હોઈએ છીએ.

આપણે જ્યારે આપણા હાથમાં હોય તે ક્ષણ માટે જીવતા હોઈએ છીએ એ સમયે આપણે સૌથી વધુ ખુશ હોઈએ છીએ અને સંતુષ્ટ હોઈએ છીએ.

કિંલિંગ્સવર્થે એક આઈફોન એપ્લિકેશન શોધી કાઢી છે જેણે પૂરા વિશ્વના 2250 લોકોને પ્રશ્નો પૂછ્યા હતા કે દિવસ દરમિયાન તેઓ શું કરે છે અને ક્યા વિચારો કરે છે અને ક્યારે ખુશ થાય છે.
 
 

No comments:

Post a Comment