ઘુમ્લી
બરડા ડુંગરોમાં, તમે સોલંકી રાજવંશના ભવ્ય નવલખા મંદિર જેવાં ઘુમલીનાં પ્રખ્યાત મંદિરો અને ગુજરાતની કદાચ સૌથી વિશાળ વાવોમાંથી એક એવી વિકિયા વાવની મુલાકાત લઈ શકો છો. તમે વન્યજીવન અભયારણ્યમાં ફરી શકો, અલબત્ત જેમ સામાન્ય રીતે બને છે તેમ, વન્યજીવો જોવા મળવા મુશ્કેલ હોય છે. આ ડુંગરાઓ માલધારી, ભરવાડ, રબારી અને ગઢવી જનજાતિ સમુદાયોનું ઘર છે. અહીંનું મુખ્ય પ્રવેશદ્વાર પોરબંદર તરફના ડુંગરાઓમાંથી છે, પણ જામનગર જિલ્લામાંથી પણ અન્ય પ્રવેશદ્વારો છે, જેમ કે કિલેશ્વર મંદિર સુધી કારથી આવવું અને પછી પગપાળા નીચે ઊતરીને કાપુડી નાકાથી અથવા અભરપારા ડુંગરથી પ્રવેશવું. અહીં રહેવાની સુવિધાઓ નથી, પણ પરવાનગી લઈને શિબિર કરી શકાય છે. સંપર્ક કરો વનસંરક્ષકનું કાર્યાલય, પોરબંદર, ટેલિફોનઃ 02862242551
| અહીં કેવી રીતે પહોંચી શકાય | |
| જામનગર રાજકોટથી ૯૨ કિ.મી દૂર છે. સડક માર્ગેઃ રાજ્ય પરિવહન નિગમની બસો અને ખાનગી લક્ઝરી બસો દ્વારા જામનગર ગુજરાતનાં વિવિધ કેન્દ્રો સાથે જોડાયેલું છે. જો આપ રાજકોટથી બસ દ્વારા આવે છો, તો તે બસ સ્ટેશન પહોંચતાં પહેલાં શહેરમાંથી પસાર થાય છે, તો આપ બેડી ગેટ ઉતારવાનું કહી શકો. રેલ માર્ગેઃ પશ્ચિમ રેલવે પર સીધી અમદાવાદને જોડતી દૈનિક ટ્રેનો છે. |

No comments:
Post a Comment