મારા વિચારો, મારી ભાષામાં!
નો ટેગલાઈન – કારણ કે અમે જ્યાં ઊભા હોઈએ છીએ, લાઈન ત્યાંથી શરુ થાય છે!!
સાયન્સ સિટી મુલાકાત
* મુલાકાતનો સારાંશ એક વાક્યમાં આપવો હોય તો – નિરાશાજનક. મોટાભાગનાંને આશ્ચર્યનો ઝાટકો લાગશે. અરે, સાયન્સ સિટી તો ગુજરાતની શાન છે, અમદાવાદની આન છે. વગેરે, વગેરે. સોરી. સાયન્સ સિટી મને એમ કે ૨૦૦૩માં મુલાકાત લીધી ત્યારે હતું એના કરતાં સારું હશે, પણ આ તો એજ પરિસ્થિતિ. વેલ, કપલ્સ માટે યોગ્ય સ્થળ છે. સરસ બગીચો, આરામથી ખૂણામાં બેસી શકાય.
આજે સાંજે એમ તો રતનપોળની મુલાકાત લેવાનું નક્કી કરેલ પણ મોડું થઈ ગયું એટલે સાયન્સ સિટી ગયા. ટિકિટ ત્રણ જણાંની મળીને ૨૫ રુપિયા. એન્ટ્રી પછી પહેલાં તો અમારે હોલ ઓફ ઈલેક્ટ્રીસિટી જવું હતું પણ એ હોલ મળ્યો જ નહી. (જે છેક છેલ્લે-છેલ્લે મળ્યો) પહેલાં હોલ ઓફ સ્પેસ અને સાયન્સમાં ગયા જે ઓકે-ઓકે હતો. કવિનને જોકે તેમાં મજા ના આવે તે સ્વાભાવિક હતું. પણ, ત્યાં કોઈ સમજાવવાવાળું હતું નહી તે જોઈ નવાઈ લાગી. ત્યાંથી પછી આમ-તેમ ફર્યા. લાઈફ સાયન્સ હોલ બંધ હતો. પેલો પૃથ્વીનો વિશાળ ગોળો બંધ હતો. એનર્જી સેક્શન બંધ હતું. થ્રીલ રાઈડ સમારકામ પર હતી. એમ્ફી થિએટરમાં કાબરો ઉડતી હતી. પછી, નક્કી કર્યું કે કંઈક નાસ્તો કર્યો, પણ ફૂડ-સ્ટોલ વાળા ભયંકર ઉદાસીન લાગ્યા. કંઈક વિચિત્ર દવા ગળીને આવ્યા હોય એવું એમનું વર્તન હતું. તેમને પણ પૂછ્યું તો તેમને હોલ ઓફ ઈલેક્ટ્રીસિટી નહોતી ખબર. મેપમાં જોયું તે આઈ-મેક્સ થિએટરમાં જ હતો. વેલ, આ એક સારો પ્રયત્ન છે. કવિનને જાત-જાતની પ્લાઝમા લાઈટ્સ જોઈને મજા આવી. જાણકારી સારી એવી હતી.
લોકો માત્ર આઈ-મેક્સ માટે જ આવતા હોય એમ લાગ્યું કારણ કે, શો (૭.૩૦ સાંજે) સમયે ભીડ થવા માંડી હતી. મારા મતે સાયન્સ સિટીને વધુ સરસ બનાવવા માટે,
૧. દરેક હોલમાં યોગ્ય સમજણ આપી શકે તેવા વ્યક્તિઓ મૂકવા.
૨. ખાવા-પીવાની યોગ્ય વ્યવસ્થા કરવી.
૩. દરેક પ્રોજેક્ટને ચાલુ રાખવા. અને જગ્યાનો સદ્ઉપયોગ કરી વધુ સાયન્સ પ્રોજેક્ટ્સ બનાવવા. વર્કશોપ કે એવું કંઈ રાખી શકાય. છાપામાં હેરી પોટર મુવીની એડ આપી શકાય તો આવાં વર્કશોપની કેમ નહી?
૪. યોગ્ય નકશા (જે સમજણ પડે) દરેક જગ્યાએ મૂકવા.
૨. ખાવા-પીવાની યોગ્ય વ્યવસ્થા કરવી.
૩. દરેક પ્રોજેક્ટને ચાલુ રાખવા. અને જગ્યાનો સદ્ઉપયોગ કરી વધુ સાયન્સ પ્રોજેક્ટ્સ બનાવવા. વર્કશોપ કે એવું કંઈ રાખી શકાય. છાપામાં હેરી પોટર મુવીની એડ આપી શકાય તો આવાં વર્કશોપની કેમ નહી?
૪. યોગ્ય નકશા (જે સમજણ પડે) દરેક જગ્યાએ મૂકવા.
ટૂંકમાં, જો મુલાકાત ઓકે-ઓકે રહી. આઈ-મેક્સ રહી ગયું, પણ મેં તો પહેલા જોયેલું હતું. કોકી-કવિનને હેરી પોટરમાં કોઈ રસ હતો નહી, એટલે ઘરે પાછા આવ્યા. હવે કાલે આરામ (અથવા ક્યાંક રખડપટ્ટી
)





