vipul

Sunday, 13 November 2011

વોર્મઅપ: -

કોઇપણ કસરત શરૂ કરતાં પહેલાં વોર્મઅપ એટલે કે કસરત માટે શરીરને તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ કરવી. જોઇએ.
અ) વોર્મઅપ માટે બંને હાથ અને પગને વારાફરતી દરેક સાંધા માંથી વાળીને સીધા કરવાની કસરત કરવામાં આવે છે.
બ) આ ઉપરાંત, બે પગ પહોેળા રાખી, સીધા ઉભા રહીને પછી બંને હાથ જમીનને સમાંતર રહે એમ રાખી હળવે હળવે ધડને ડાબી તરફ ઘુમાવો જેથી ડાબો હાથ પાછળ જશે અને જમણો હાથ આગળ આવશે. ત્યારબાદ પૂર્વવત સ્થિતિમાં આવીને પછી ધડને જમણી તરફ ઘુમાવો. આ રીતે આંચકા વગર ચાર-પાંચ ચખત કમ્મરને મરોડવાની વોર્મઅપ કસરત કરવી.

ક) ત્યારબાદ બંને હાથ ઊંચા કરીને શરીરને ઉપરતરફ ખેંચાણ આપવું અને પછી હાથ,માથુ અને ધડ નીચે તરફ ઝુકાવવું. બંને હાથને બે પગની વચ્ચેથી નીચે તરફ જમીનને અડે ત્યાં સુધી લઇ જવા. આ દરમ્યાન પગનાં ઘુંટણ વળી જશે. હવે ફરી પાછુ આખુ શરીર સીઘુ કરીને હાથ ઊંચા લઇ શરીરને ઉપર તરફ ખંચો. આ રીતે ત્રણ થી વાર વખત નીચા નમવાની કસરત કરો.

ડ) હવે ફરી બંને હાથ કમર પર રાખી ધડને ડાબી તરફ ઝુકાવો, જેથી ડાબો હાથ નીચે જશે અને જમણો ઉપર. ધડ અને પગ એક જ સમતલમાં હોય અની કાળજી રાખી બંને બાજુ ત્રણ થી ચાર ચખત વારા ફરતી ઝુકો.

No comments:

Post a Comment